શ્રી ડી.એસ.વિ.કે હાઇસ્કુલ જસદણ ખાતે શાળા પ્રવેશોત્સવ ની ધૂમ ધામ થી ઊજવણી કરવામા આવી - At This Time

શ્રી ડી.એસ.વિ.કે હાઇસ્કુલ જસદણ ખાતે શાળા પ્રવેશોત્સવ ની ધૂમ ધામ થી ઊજવણી કરવામા આવી


શ્રી ડી.એસ.વિ.કે હાઇસ્કુલ જસદણ ખાતે શાળાના ધોરણ 9 ના 130 અને ધોરણ 11 ના 119 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામા આવેલ હતો તથા લોહિયાનગર પ્રાથમિક શાળા અને કુમાર તાલુકા શાળા જસદણના બાલવાટિકાના વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ આપી શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં મહેમાન તરીકે જલભવન કચેરી જસદણ તથા લાઇઝન અધિકારી શાળામાં હાજર રહેલા હતાં શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રકાશભાઈ રામોલિયાએ મહેમાનોનું સ્વાગત કરી સરકાર દ્વારા યોજવામાં આવેલ શાળા પ્રવેશોત્સવ વિશે માહિતી આપેલ હતી તથા શાળા પ્રવેશોત્સવમા વિદ્યાર્થી દ્વારા યોગ અને પર્યાવરણ વિશેની માહિતી આપેલ હતી શાળા પ્રવેશોત્સવમાં સ્થાનિક કમિટીના સભ્યો ધનજીભાઈ હિરપરા અને હિરજીભાઈ બાવળીયા હાજર રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપેલા શાળાના ધોરણ 9 થી 12 ના વાર્ષિક પરીક્ષામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરી અભ્યાસમાં ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ ભેટ તરીકે આપેલ હતી શાળા કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું કાર્યક્રમની પૂર્ણાહુતિ શાળામાં વૃક્ષારોપણ કરી કરવામાં આવેલ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.