વિરપુર તાલુકામાંથી અંબાજી જતા પદયાત્રીઓની સલામતી માટે રેડીયમ સ્ટીકર લગાવવામાં આવ્યા…
ધોળીડુંગળી ચોકળી પરથી પસાર થતા પદયાત્રઓ ને વિરપુર પોલીસ દ્વારા બેગ પર રેડીયડમ સ્ટીકર તેમજ વાહનો પર રેડિયમ સ્ટીકર લગાડાયા...
સુપ્રસિદ્ધ યાત્રા ધામ શક્તિપીઠ અંબાજી ખાતે
ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. ત્યારે દર
વર્ષની જેમ આ વર્ષે પણ માઇ ભક્તો બોલ મારી અંબે... જય જય અંબે... ના નાદ સાથે રથ લઈ પગપાળા સંઘો નીકળી રહ્યા છે. ત્યારે મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં પણ મોટી સંખ્યામાં જિલ્લા તેમજ આસપાસના જિલ્લાના પદયાત્રીઓ નીકળી રહ્યા છે.પદયાત્રીઓની સુરક્ષા માટે મહીસાગર પોલીસ દ્વારા જ્યાં જ્યાં વિસામા છે ત્યાં ત્યાં બેરિકેટ મૂકી ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું છે ઉપરાંત રોડ રસ્તાઓ પર ચાલતા પદયાત્રીઓને પદયાત્રા દરમિયાન શું કાળજી રાખવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકાના ધોળીડુંગળી ચોકળી પરથી પસાર થતા પદયાત્રીની સલામતી માટે વિરપુર પોલીસ દ્વારા પદયાત્રીઓના બેગ પર રેડીયડમ સ્ટીકર તેમજ વાહનો પર રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા હતા....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.