જામનગરમાં આહીર વિદ્યાર્થી ભવનમાં રનિંગ કરી રહેલા યુવાન નું હાર્ટ એટેક થી મૃત્યુ: પરિવાર ગમગીની - At This Time

જામનગરમાં આહીર વિદ્યાર્થી ભવનમાં રનિંગ કરી રહેલા યુવાન નું હાર્ટ એટેક થી મૃત્યુ: પરિવાર ગમગીની


જામનગરમાં આહીર વિદ્યાર્થી ભવનમાં રનિંગ કરી રહેલા યુવાન નું હાર્ટ એટેક થી મૃત્યુ: પરિવાર ગમગીની

વિજયપુર (ભરૂડિયા) ગામના સરપંચ નો પુત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો દરમિયાન રનીંગ સમયે હાર્ટ ફેઈલ થઈ ગયું

19 વર્ષ જય જોગલ નું હાર્ટ એટેક કરુણ મોત

છેલ્લા કેટલાક સમય થી યુવાનો માં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે.દરમ્યાન આજે વહેલી સવારે દોડી રહેલા યુવાન નું હદય રોગ નાં હુમલા મા મૃત્યુ થયું હતું.

જામનગરમાં આહીર સમાજ વિદ્યાર્થી ભવન મા આજે વહેલી સવારે નોકરી માટે ની તૈયારી માં ભાગ રૂપે કેટલાક યુવકો દોડ ની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.ત્યારે જય હેમતભાઈ જોગલ નામનાં યુવકને દોડતા દોડતા જ હાર્ટ એટેક આવતાં તે ત્યા મેદાન માં જ ઢળી પડ્યો હતો. અને તેનું મૃત્યુ થયું હતું.

જો કે તેની યુવક સાથે અન્ય યુવકો પણ રનિંગ કરતાં હતા.તેઓ તુરત જ એકત્ર થઈ ગયા હતા.અને યુવક ને હોસ્પિટલ લઈ જવાયો હતો.પરંતુ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના વિજયપુર (ભરૂડિયા) ગામના યુવક ને જામનગર માં દોડ લગાવતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેનું મૃત્યુ થયું હતું જાણવા મળતી વિગત મુજબ આ યુવક ના પિતા મોટા ભરૂડિયા ગામના સરપંચ છે. યુવક સાથે અન્ય મિત્રો પણ પરીક્ષા ની તૈયારી કરતા હતા અને રનિંગમાં સાથે.જોડાયા હતા, આ સમયે જય મેદાન મા જ ઢળી પડ્યો હતો. બાદ માં આ યુવકના મૃતદેહ ને તેમના વતન મા લઇ જવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના ત્યાં નાં સીસી ટીવી કેમેરા માં કેદ થઈ હતી.જેના ફૂટેજ વાઇરલ થયા છે. માત્ર ત્રણ જ મિનિટમાં યુવાન ઢળી પડ્યો હતો.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.