રાજકોટમાં ગુરુ અને શિષ્યોની વેશભૂષામાં સજ્જ થતા ભૂલકાઓ મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્રો ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ - At This Time

રાજકોટમાં ગુરુ અને શિષ્યોની વેશભૂષામાં સજ્જ થતા ભૂલકાઓ મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્રો ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ


રાજકોટ તા. ૨૩ જુલાઈ - રાજકોટ મહાનગરપાલિકાનાં સંકલિત બાળ વિકાસ યોજના વિભાગનાં ઘટક નંબર ૧, ૨ અને ૩નાં વિવિધ આંગણવાડી કેન્દ્રો પર મેયરશ્રી નયનાબેન પેઢડીયાના માર્ગદર્શન મુજબ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો હેતુ બાળકોને પ્રાથમિક તબક્કાથી જ ગુરુ અને માતા-પિતાનું મહત્વ સમજાવવાનો હતો.
આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રના બાળકો ઋષિઓ, શિષ્યો અને શિષ્યાઓની વિવિધ વેશભૂષામાં સજ્જ થઈને કેસરી અને પીળા રંગના પ્રાચીન શિક્ષણ પ્રણાલીના પહેરવેશમાં આવ્યા હતા. ગુરુ બનેલા ભુલકાઓ દ્વારા મંત્રોના ઉચ્ચારણ અને શ્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણી માટે ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવાંગભાઈ દેસાઈ, શિશુ કલ્યાણ વિભાગના ચેરમેનશ્રી દિલીપભાઈ લુણાગરીયા તથા અગ્રણીશ્રીઓ લીલુબેન જાદવ અને મનીષભાઈ રાડીયા એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ન્યુ રઘુવીર સેજાની વોર્ડ નંબર-૧૭ની આશપુરા-૧ આંગણવાડી કેન્દ્ર પર ઘટક-૩નાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રી પૂજાબેન જોશી, મુખ્ય સેવિકાશ્રી શીતલબેન ચાવડા અને પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરશ્રી માનસીબેન કરગથરા ઉપસ્થિત રહ્યાં હતા, તેમ રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.