સિવિલના નર્સને પછાડી અવાવરું સ્થળે લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ, યુવતીના પ્રતિકારથી યુવક ભાગી ગયો : પોલીસે કહ્યું, આરોપી પકડાય પછી ગુનો નોંધીશું

સિવિલના નર્સને પછાડી અવાવરું સ્થળે લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ, યુવતીના પ્રતિકારથી યુવક ભાગી ગયો : પોલીસે કહ્યું, આરોપી પકડાય પછી ગુનો નોંધીશું

રાજકોટમાં માધાપર ચોકડી નજીક શુક્રવારે રાત્રે નિર્ભયાકાંડ જેવી ગંભીર ઘટના બનતા સહેજમાં અટકી હતી, સિવિલ હોસ્પિટલમાંથી ફરજ પૂરી કરીને રાત્રીના ઘર તરફ જઇ રહેલી નર્સ પર કોઇ નરાધમે પાછળથી હુમલો કરી નર્સને ત્રણ વખત પછાડી દઇ વોંકળામાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નર્સે પ્રતિકાર કરી પોતાની આબરૂ બચાવી એ નરાધમના સકંજામાંથી છૂટીને ઘરે પહોંચી ગઇ હતી, આવી ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધવાને બદલે આરોપી પકડાશે પછી ગુનો નોંધશું તેમ કહી યુવતીની અરજી લઇ તેને રવાના કરી દેવાઇ હતી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »