**હિરોલાના પાંડી પ્રાથમિક શાળાના બાળકોએ માનગઢ ધામ,કડાણા ડેમ સહિતના પર્યટક સ્થળોની મુલાકાત કરી આનંદ માણ્યો **
**હિરોલાના પાંડી પ્રાથમિક શાળાના બાળકોએ માનગઢ ધામ,કડાણા ડેમ સહિતના પર્યટક સ્થળોની મુલાકાત કરી આનંદ માણ્યો **
આજરોજ તા.7/2/2025 શુક્રવારે પાંડી. ફ. વર્ગ હિરોલા પ્રાથમિક શાળાના બાળકો માટે એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. પ્રવાસમાં શાળાના બાળકો,મધ્યાહનના કર્મચારી બહેનો, smc સભ્યો અને શાળા સ્ટાફ સામેલ હતા. પ્રવાસમાં સૌપ્રથમ માનગઢ ધામની મુલાકાત લેવામાં આવી. બાળકોને આદિવાસી મસીહા તાત્યા ભીલ અને ગુરુ ગોવિંદ મહારાજ વિશે માહિતી આપવામાં આવી.માનગઢ સત્યાગ્રહ વિશે બાળકોને સમજણ આપવામાં આવી. ત્યારબાદ માનગઢ ધામમાં તમામને કઢી, ખીચડી અને બુંદીનું સામુહિક ભોજન કરાવવામાં આવ્યું.ત્યારબાદ કડાણા ડેમની મુલાકાત લેવામાં આવી.કડાણા ડેમ વિશે બાળકોને શૈક્ષણિક અને ટેક્નોલોજીની સમજૂતી આપવામાં આવી.ત્યારબાદ સાંજે સંતરામપુર હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરી પરત ફર્યા.એક દિવસિય પર્યટનનો જમવા સાથેનો તમામ ખર્ચ શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ચારેલ દ્વારા કરવામાં આવ્યો. બાળકો આખા દિવસના પર્યટનથી ખુબ સારી બાબતોથી માહિતગાર થયાં અને આનંદથી પ્રવાસ પૂર્ણ કરી સાંજે ઘરે પહોંચ્યા.
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે
