અમદાવાદીઓ એક વોટ્સએપ મેસેજથી પોતાની ફરિયાદ કોર્પોરેશન સુધી પહોંચાડી શકશે, AMCએ વોટ્સએપ નંબર જાહેર કર્યો 7567855303 - At This Time

અમદાવાદીઓ એક વોટ્સએપ મેસેજથી પોતાની ફરિયાદ કોર્પોરેશન સુધી પહોંચાડી શકશે, AMCએ વોટ્સએપ નંબર જાહેર કર્યો 7567855303


અમદાવાદ શહેરમાં રોડ, પાણી, ગટર, કચરો અને લાઈટ જેવી સુવિધાઓની ફરિયાદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક વોટ્સએપ નંબર આજે જાહેર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ નંબર 7567855303 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી અને નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. લોકો સરળતાથી હવે પોતાની ફરિયાદ નોંધાવી અને સમસ્યાનું નિવારણ ઝડપથી આવે તેના માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
કેવી રીતે ફરિયાદ કરવાની રહેશે?
AMC દ્વારા જાહેર કરવામાં આવેલા આ નંબર ઉપર નાગરિકો સરળતાથી કઈ રીતે પોતાની ફરિયાદ નોંધાવી શકશે. તેની વાત કરીએ તો સૌપ્રથમ વોટ્સએપમાં Hi લખી અને મેસેજ કરવાનો રહેશે. મેસેજ કરતાની સાથે જ વોટ્સએપ ચેટબોટ (Chatbot ) દ્વારા જવાબ આપવામાં આવશે. જેમાં ભાષાનું ઓપ્શન આપવામાં આવશે. જે પણ ભાષામાં વાત કરવી હોય તેને લખવાની રહેશે. ભાષા લખ્યા બાદ તેમાં ફરિયાદ નોંધાવો, મારી ફરિયાદની સ્થિતિ અને ફરિયાદ ફરીથી ખોલો તેના ઓપ્શન આપવામાં આવશે. તેમાં જે પણ સિલેક્ટ કરવું હોય તેને લખ્યા બાદ તેમાં જે પણ માહિતી માંગવામાં આવે તે આપવાની રહેશે.

ફરિયાદ માટે તબક્કાવાર ઓપ્શન આવશે
જો કોઈ પણ નાગરિક ફરિયાદ નોંધાવવા માંગતો હોય તો તેને ફરિયાદ નોંધાવો લખશે, એટલે સામેથી તેને કયા પ્રકારની ફરિયાદ નોંધાવી છે. તેનું આખું લિસ્ટ આપવામાં આવશે. તેમાં રોડ, પાણી, ગટર, કચરા, લાઈટ, આરોગ્ય, રખડતા ઢોર અને બગીચા જેવા ઓપ્શન આપવામાં આવશે. તેમાંથી જે પણ ફરિયાદ હોય તે લખવાની રહેશે. ત્યારબાદ તેમાં તમામ વોર્ડ પૂછવામાં આવશે. નાગરિક જે પણ વોર્ડમાં રહેતો હોય તે વોર્ડ લખવાનો રહેશે. ત્યારબાદ નાગરિકને તેનું નામ સરનામું મોબાઈલ નંબર પૂછવામાં આવશે, જે માહિતી આપવાની રહેશે. આ તમામ માહિતી આપ્યા બાદ તેની ફરિયાદ નોંધાઈ જશે અને તેને ટોકન નંબર આપવામાં આવશે. આ રીતે નાગરિક સરળતાથી માત્ર વોટ્સએપ ઉપર જ પોતાની ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધા આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે

dinesh solanki ahmedabad........


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon