૭૪મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કુતિયાણા ખાતે કરાઈ - At This Time

૭૪મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કુતિયાણા ખાતે કરાઈ


૭૪મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કુતિયાણા ખાતે કરાઈ

જિલ્લા કલેકટર શ્રી અશોક શર્માએ ધ્વજવંદન કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી

આઝાદીના અમૃત કાલથી સુવર્ણકાળ સુધીમાં દેશને વધુ ઉચે લઇ જવા વધુ યોગદાન આપીએ

બંધારણના મહાન મૂલ્યોને આત્મસાત કરીએ: જિલ્લા કલેકટરશ્રી

કુતિયાણા તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા રૂ.૨૫ લાખની રેપ્લિકા અપાઈ

પોરબંદર તા.૨૬, ૨૬મી જાન્યુઆરી ૭૪માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી કુતિયાણા સરકારી હાઇસ્કુલ ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ ધ્વજ વંદન કરી પરેડ નિરિક્ષણ કરી ઉપસ્થિત જિલ્લાવાસીઓ પાસેથી પ્રજાસત્તાક દિનનુ અભિવાદન જીલ્યુ હતું.

રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી કુતિયાણા તાલુકાના ખીરસરા ગામના શહીદ લક્ષ્મીદાસ દાણીને યાદ કરી જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ આ તકે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યુ હતું કે, આઝાદીના અમૃત કાળથી સુવર્ણકાળ સુધીમાં દેશને વધુ ઉચે લઇ જઇ વધુ યોગદાન આપીએ તે ઇચ્છનીય છે. ઘર ઘર સુધી સમૃધ્ધિની લહેર પહોંચે, નાગરિકોની સુવિધા વધુ ઉચ્ચબળવતર થાય, દરેક હાથને કામ અને દરેક મોમા અન્ન પહોંચે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટીબધ્ધ છે. પોરબંદર જિલ્લો ખેતી પ્રધાન હોય કલેકટરશ્રીએ આ તકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો. ટીમ પોરબંદર દ્રારા તૈયાર કરાયેલ વિઝન પોરબંદર@૨૦૪૭ની રૂપરેખા તથા કુતિયાણ અને ધેડના વિકાસ સબંધિત વાત કરી હતી. કુતિયાણ નગરપાલિકા દ્રારા સ્ર્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંન્ટમાથી રૂ.૧ કરોડ ૯૬ લાખના ખર્ચે ડો. બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનું નિમાર્ણ કરાયુ છે. તાલુકા પંચાયત ભવનના નિમાર્ણ માટે સરકાર દ્રારા રૂ. ૩.૩૦ કરોડ ફાળવવામાં આવ્યા છે તેમ જણાવી પોરબંદર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જુદા-જુદા વિભાગો દ્રારા માનવ કલ્યાણલક્ષી કામગીરી અને થયેલ સિધ્ધિઓની આકડાકીય વિગતો પણ આપી હતી. ગુણવતાયુક્ત કામગીરી બદલ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉપરાંત બંધારણના મહાન મૂલ્યોને આત્મસાત કરવા નાગરિકોને અપીલ કરવાની સાથે આઝાદીની મહાન પરંપરાને યાદ કરવાની સાથે બંધારણીય મુલ્યોને માર્ગ ચાલવા લોકોને અપીલ કરવાની સાથે પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી. તથા કુતિયાણા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખના ચેકની રેપ્લીકા જિલ્લા આયોજન અધિકારીને આપી હતી.

આ પ્રસંગે વિવિધ કચેરીઓ દ્રારા ટેબ્લો નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તથા વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકો/કર્મચારીઓનું સન્માન કરાયુ હતું. કાર્યક્રમને અંતે મહેમાનો દ્રારા વૃક્ષારોપણ કરાયુ હતુ. જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. ડી. નિનામા, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ મોહન સૈની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રી રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી શ્રી કુતિયાણા પારસ વાંદા તથા અગ્રણીઓ મસરી ભાઈ ખુંટી, લીલાભાઇ રાવાલિયા સહિત મહેમાનો, શહેરીજનો, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નીરવભાઈ જોશી અને પૂજાબેન રાજા એ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon