સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ - At This Time

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ


ગાય આધારીત પ્રાકૃતિક ખેતી એક પહેલ
**
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની ઉપસ્થીતીમાં પ્રાકૃતિક કૃષિની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રાકૃતિક કૃષિની કામગીરી સાથે સંકળાયેલ જિલ્લાના આત્મા,ખેતીવાડી, બાગાયત,પશુપાલન વિગેરે વિભાગોના તમામ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ માટે સતત કાર્યરત તેવા તમામ તાલુકાના ખેડૂત-સંયોજકોએ અત્યાર સુધી થયેલ કામગીરીની માહિતી આપી હતી. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની કામગીરી માટે પાંચ પંચાયતનુ એક એવા કુલ ૧૦૩ ક્લસ્ટર બનાવી તાલીમોની કામગીરી ચાલી રહી છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે જીવામૃત-ઘનજીવામૃત બનાવવા માટેના સ્ટ્રક્ચર ઉભા કરવાની યોજના અંતર્ગત જીલ્લામાં ફાળવવામાં આવેલ લક્ષ્યાંક મુજબની અરજીઓ મળી તે મુજબ ૧૦૦% કામગીરી થાય, તેનો લાભ લઈ જિલ્લાના મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે દિશામાં પ્રયત્નો હાથ જણાવ્યું હતુ. વધુમાં પ્રાકૃતિક ખેતી કરતા વધુમાં વધુ ખેડૂતો પોતાના ફાર્મ પર એક આદર્શ મોડલ ફાર્મ ઉભુ કરે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા તમામ અધિકારીશ્રીઓ અને જીલ્લા તેમજ તાલુકાના પ્રાકૃતિક ખેતીના સંયોજકશ્રીઓ અને સહ સંયોજકશ્રીઓને સહિયારા પ્રયત્નો હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
કલેક્ટરશ્રી એ વધુમાં ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ અર્થે દરેક તાલુકામાં ઓછામાં ઓછુ એક વેચાણ કેન્દ્ર ઉભુ થાય તે મુજબ તમામ સંયોજકશ્રીઓને પોતાના તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની તેમની પેદાશો સાથેની યાદી તૈયાર કરવી. તાલુકાના અધિકારીશ્રીઓની જરૂર પડ્યે મદદ લઇ ચાલુ ખરીફ ઋતુમાં વેચાણ કેન્દ્રો ઉભા થાય તે માટે અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવા ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી વી.કે. પટેલ, ખેતીવાડી, બાગાયત,પશુપાલન વિભાગોના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.