રાજકોટ PGVCL દ્વારા ગુનાઓ કરતા ઈસમોના ઘરે ગેરકાયદેસર વીજચોરી અંગે કાર્યવાહી કરતી ભક્તિનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૨૨/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ તથા વહીવટી તંત્રના માધ્યમથી વારંવાર ગુન્હા આચરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને અવાર-નવાર ગુન્હા આચરતા ઇસમોના ઘરે વીજકનેકશન બાબતે તપાસ કરાવવા PGVCL ની ટીમને જાણ કરી અમોની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI જે.જે.ગોહિલ તથા હુડકો પોલીસ ચોકીના વી.એલ.રાઠોડ તથા ધર્મેશભાઇ બાલસરા નાઓની 3 ટીમ બનાવી ભક્તિનગર પો.સ્ટે ના ૧૭ પોલીસ કર્મચારીઓ તથા PGVCL સોરઠીયાવાડી સબ ડીવીઝનના નાયબ ઇજનેર ડી.એસ.શીયાણીયા તથા કોઠારીયા સબ ડીવીઝનના નાયબ ઇજનેર એસ.એમ.પટેલ નાઓની ટીમની સાથે ભક્તિનગર પો.સ્ટે વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તાર, હુડકો વિસ્તાર, બાબરીયા કોલોની વિસ્તાર, આનંદનગર વિસ્તાર તથા ઢેબર કોલોની, નારાયણનગર વિસ્તારમાં અવાર-નવાર ગુન્હા આચરતા ૧૮ ઇસમોના મકાનના વીજકનેકશન ચેક કરાવતા જેમાં ૬ જગ્યાએથી વીજજોડાણમાં ગેરરીતી માલુમ પડતા તેમજ ૩ જગ્યાએથી વીજચોરી માલુમ પડતા તમામ વિરુધ્ધ PGVCL ની ટીમએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
