બરવાળાની કે.બી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થિનીઓને ચાંદીપુરા વાયરસ સામે રક્ષણના ઉપાયો વિશે માહિતગાર કરાઈ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ બરવાળામાં કે.બી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થિનીઓને ચાંદીપુરા વાયરસ સામે રક્ષણના ઉપાયો વિશે માહિતગાર કરવામાં આવી હતી બરવાળા મલ્ટીપર્પઝ હેલ્થવર્કર મુકેશભાઈ સોલંકી તથા સી.એચ.ઓ. દ્વારા શાળાના બાળકોને ચાંદીપુરા વાયરસનો ફેલાવો અટકાવવા માટેના પગલા તથા આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થિનીઓને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો વિશે તેમજ પાણીજન્ય રોગો વિશે નરેનભાઈ ધોલેરીયા અને દીપકસિંહ ડાભી દ્વારા માહિતગાર કરાયા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.