રાજકોટ શહેર બાલભવન ખાતે “જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ” યોજાયો.
રાજકોટ શહેર તા.૮/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ જિલ્લા અને તાલીમ ભવન દ્વારા આયોજીત જિલ્લાના ૧૧ તાલુકાઓની શાળાઓના વિદ્યાર્થીઓએ બાલભવન ખાતે જિલ્લાકક્ષા કલા ઉત્સવમાં ભાગ લીધો હતો. આ કલા ઉત્સવમાં ધોરણ ૬ થી ૧૨ સુધીના ૧૩૪ વિદ્યાર્થીઓ અને તેમના સહાયકોએ ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન અને બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉત્સવમાં વિદ્યાર્થીઓના વાલીઓએ તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિદ્યાર્થીઓએ નવરાત્રિના પાવન પર્વમાં ગરબે રમતી રાધાનું ચિત્ર, ભારતમાતાનું ચિત્ર, ગુજરાતના કવિઓ, ગુજરાતી વાનગીઓ, મંદિરો, વાવ, ગુજરાતના મહાનપુરુષોના ચિત્રો અને “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” સહિતના ચિત્રો બનાવ્યા હતા. બાળકવિઓએ ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ, ગરવા ગીરનાર અને જુનાગઢની સંસ્કૃતિ અંગેની કવિતાઓ ગાઈને લોકોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો. ઉપરાંત, વિદ્યાર્થીઓએ ગાયન અને વાદનમાં ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિઓના ગીતો અને ભજનો સાથે સંગીતના જુદા જુદા વાદ્યોથી ગુજરાતની અનેરી અસ્મિતાની ઝલક બતાવી હતી. આ કલા ઉત્સવમાં સાહિત્ય, સંગીત અને કલાનો ઉપાસક હોય તેવો “ઉભરતો કલાકાર” સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ તકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો.સંજય મહેતા, કલા ઉત્સવના કન્વિનર સોનલબેન ચૌહાણ, શિક્ષકઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ સહીત આશરે ૪૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.