દહેગામ તાલુકાના ચેખલાપગી પ્રાથમિક શાળા માં તિરંગા સાથે રેલી યોજવામાં આવી - At This Time

દહેગામ તાલુકાના ચેખલાપગી પ્રાથમિક શાળા માં તિરંગા સાથે રેલી યોજવામાં આવી


દહેગામ ના ચેખલાપગી પ્રાથમિક શાળા માં આઝાદી ના 75 અમૃત મહોત્સવ અંતર્ગત શાળા ના વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં તિરંગા વિશે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી ત્યાર બાદ દેશભક્તિ ના નારાઓ સાથે દરેક વિધાર્થીઓ ને તિરંગા આપી ગામમાં રેલી નુ આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ,જેવા નારા અને દેશભક્તિ ના ગીતો ગવડાવીને આ તિરંગા યાત્રા નુ સમાપન કરયું હતું. વિધાર્થીઓને પણ શાળા ના શિક્ષકો દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત પોતાના ઘરે તિરંગો લહેરાવવા ની અપીલ કરવામાં આવી હતી. એટ ધીસ ટાઈમ દહેગામ ન્યૂઝ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon