સરવા ગામે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ સ્વચ્છતા અંગે જન-જાગૃતતા માટે જાહેર સ્થળો પર ભીંતચિત્રો અને સૂત્રોની કામગીરી - At This Time

સરવા ગામે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ સ્વચ્છતા અંગે જન-જાગૃતતા માટે જાહેર સ્થળો પર ભીંતચિત્રો અને સૂત્રોની કામગીરી


(અજય ચૌહાણ દ્વારા)
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છ ભારત મિશન‘ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં "સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહ્વાનને ઝીલી લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન ગતિમાન છે. જે અંતર્ગત બોટાદ તાલુકાના સરવા ગામે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના હેઠળ સ્વચ્છતા અંગે જન-જાગૃતતા માટે ગામનાં જાહેર સ્થળો પર ભીંતચિત્રો અને સૂત્રોની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરતા ચિત્રો વડે સંદેશ આપવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image