ઋગ્વેદ ના આધાર સાથે પાર્થ સ્કૂલ મોટાદડવા ખાતે માતૃ વંદના પિતૃ ના પાઠ શીખવમાં આવ્યા...બ્રિજેશ વેગડા દ્વારા...9998272555 - At This Time

ઋગ્વેદ ના આધાર સાથે પાર્થ સ્કૂલ મોટાદડવા ખાતે માતૃ વંદના પિતૃ ના પાઠ શીખવમાં આવ્યા…બ્રિજેશ વેગડા દ્વારા…9998272555


ચૈત્રી નવરાત્રીના ભાગરૂપે  પાર્થ સ્કૂલ મોટા દડવા ખાતે મોટી સંખ્યામાં માતૃવંદના કરવામાં આવી હતી...મોટાદડવા ખાતે આવેલ પાર્થ સ્કૂલમાં ભવ્યાતિભવ્ય માતૃ વંદના સાથે પિતૃ વંદના અનોખી ઉજવણી કરવામાં આવી હતું જેમા બાળકો દ્વારા માતા-પિતા, દાદા દાદી, તેમજ તમામ વડીલોનું પૂજન કરવામાં  આવ્યું.જેમાં 300 થી વધારે વિદ્યાર્થીઓના માતાપિતા અને તેમના પરિવારનું એક સાથે પૂજન કરવા મા આવ્યું તેમજ તમામ વડીલોના પગ ધોઈને ચરણસ્પર્શ કરીને તિલક કરીને, આરતી કરીને ,પરિવારનું એક સાથેનું મિલન એકબીજાની આંખોમાં પોતાની લાગણી અનુભવી,જેમાં રામચરિત માનસ ના દર્શન થતા હોય તેમ રામ ના પગ નાવીકે જેમ ધોઈને ચરણ સ્પર્શ કર્યો હોય જે ચિત્ર ઉપસે તેવું સુંદર ચિત્ર ઉપસ્યું હતું બીજી તરફ ભાગવત ના આધારે શ્રીકૃષ્ણ ભગવાન સુદામા ના પગ ધોઈને જે તાદાત્મ્ય જોવા મળે તેવું અશ્રુ સાથે વિધાર્થીઓ જોવા મળ્યા હતા અહીં તમામ બાળકોએ પોતાના માતા- પિતા ની પ્રદક્ષિણા કરી.ત્યારે શિવપુરાણ ની યાદી સરતી દેખાય જેમાં ગણેશજીએ શિવ અને પાર્વતી જી પ્રદક્ષિણા કરી હતી એવું સુંદર ચિત્ર અહીં વિદ્યાર્થીઓ એ ઉપસાવ્યું હતું જેમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ની અનોખી અનુભૂતિ કરી, ઉપસ્થિત તમામ વડીલોને આ કાર્યક્રમ અકલ્પનીય લાગ્યો, કારણ કે આજના યુગમાં પરિવારો માટે સમય ની અછત જોવા મળે છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો આ સમયમાં પોતાના માતા- પિતા ને પગે લાગતા હશે. 
પરંતુ એક અનોખી રીતે મોટા દડવા ગામની પાર્થ સ્કૂલ પરિવારે આ કાર્યક્રમ કરીને સાબિત કર્યું કે હજુ પણ પરિવાર ભાવના જીવિત છે. આ પ્રયાસથી દરેક પરિવારમાં પ્રેમની લાગણી ઉદ્દભવી.છલકાતી આંખોમાંથી માતા_પિતા નો પ્રેમ દેખાયો. વિદ્યાર્થીઓને માતા - પિતા પ્રત્યેનો પ્રેમ વધ્યો, દરેક પરિવારે આ પ્રસંગને પોતાનો માનીને માણ્યો.સ્કૂલમાં જે સ્થાન સુગંધનું છે, વિદ્યાર્થીમાં જે સ્થાન વિનયનું છે, ધર્મમાં જે સ્થાન શ્રદ્ધાનું છે જિંદગીમાં જે સ્થાન વિશ્વાસનું છે, એ જ સ્થાન જીવ જગતમાં માતા-પિતાનું છે.આ જ હેતુથી અમારી શાળામાં શ્રી પાર્થ સ્કૂલ દ્વારા વંદન કાર્યક્રમ અદ્ભુત અને અનોખો રહ્યો...આ તકે પાર્થ સ્કૂલના સંચાલક શ્રી કલ્પેશભાઈ વેકરીયા તથા ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઈ સાકરીયા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું, વાલીઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પરીવારના તમામ સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
તસવીર અહેવાલ બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image