*આયુષ્માન કાર્ડ એક આશીર્વાદ* મોટા દવાખાનાઓમાં પણ દર્દીઓની થતી વિનામૂલ્યે સારવાર - At This Time

*આયુષ્માન કાર્ડ એક આશીર્વાદ* મોટા દવાખાનાઓમાં પણ દર્દીઓની થતી વિનામૂલ્યે સારવાર


દાહોદ : કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી રાજ્યના આર્થિક રીતે પછાત તેમજ ગરીબ વર્ગ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેને સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા તેનું અમલીકરણ કરીને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી તમામ યોજનાઓ પહોંચતી કરવાનું કાર્ય સરકાર કરી રહી છે ત્યારે સરકારશ્રીના આરોગ્ય વિભાગ થકી આયુષ્માન કાર્ડ દ્વારા મળતી આરોગ્યલક્ષી સુવિધાઓ અંગેના લાભાર્થીના પ્રતિભાવ એમના જ શબ્દોમાં જાણીએ.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં શિવાજી ચોક ખાતે રહેતા હેમંતકુમાર ભાટિયા આયુષ્યમાન કાર્ડ થકી પોતાના બાળકને મળેલી વિનામૂલ્યે મળેલી સારવારની સુવિધા માટે સરકારનો ખરા દિલથી આભાર માનતા પોતાનો પ્રતિભાવ રજૂ કરતાં જણાવે છે કે, મારી પત્નીની ડિલિવરી લીમખેડા નીલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. બાળકના જન્મ બાદ અડધા જ કલાકમાં જાણ થઇ કે એની શ્વાસનળી અને અન્નનળી બંને સાથે જ છે.
આ સ્થિતિ સાંભળીને અમે ગભરાઈ ગયા હતા. અને ખુબ જ ટેંશનમાં આવી ગયા હતા. ત્યાંના ડોકટરોએ અમને ઓપરેશન કરવું જરૂરી છે એમ કહી વડોદરા ખાતે રિપ્લેસ કર્યા. ત્યાં ખાનગી હોસ્પિટલમાં અમને ઓપરેશન ચાર્જ વધારે કીધો જે અમને પોસાય એમ નહોતો. ત્યાંથી તેઓએ વડોદરા ખાતે એસ. એસ. જી. હોસ્પિટલ ખાતે ગયા.

એસ. એસ. જી. હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલમાં ઓપરેશન કરવાની સાથે બાળકની સારવાર ખુબ જ સારી રીતે થઇ. હાલ બાળકની તબિયત સારી છે. અમને આયુષ્યમાન કાર્ડ ફળ્યું. જેનાથી અમારા બાળકની મફતમાં સારવાર થઇ ગઈ. ત્યાં રહેવાની સાથે દવા, સારવાર તેમજ ઓપરેશન બધુંય મફતમાં થયું. અમે હોસ્પિટલ ૨૬ દિવસ જેટલું રોકાયા તેમ છતાં અમારી પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લીધો નથી. આયુષ્યમાન કાર્ડના માધ્યમથી સરકારે મારા બાળકનો જીવ બચાવ્યો મારા બાળકને નવી જિન્દગી આપી એ માટે હું સરકારશ્રીનો કાયમ માટે આભારી રહીશ.

ઉલ્લેખનીય છે કે, ગરીબ અને મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આરોગ્ય સુખાકારીમાં સતત વધારો કરનારી બની છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ મળવાપાત્ર લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવા વિવિધ વિભાગોના માધ્યમથી સરકાર મક્કમ બની છે.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.