આર્ટ્સ કોલેજ મોડાસા અંતર્ગત શ્રી રમણલાલ સોની સાહિત્ય સંશોધન કેન્દ્ર દ્વારા કાર્યક્રમ યોજાયો. - At This Time

આર્ટ્સ કોલેજ મોડાસા અંતર્ગત શ્રી રમણલાલ સોની સાહિત્ય સંશોધન કેન્દ્ર દ્વારા કાર્યક્રમ યોજાયો.


આર્ટ્સ કોલેજ મોડાસા અંતર્ગત શ્રી રમણલાલ સોની સાહિત્ય સંશોધન કેન્દ્ર દ્વારા કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય વક્તા તરીકે ડો.રેણુકા બેન સોનીએ શ્રી રમણલલ સોની ની બાળ વાર્તાઓ ઇડરનો એક વાણિયો, ગલબા શિયાળની વાર્તા, રીંછ એકલું ફરવા ચાલ્યું ઉપરાંત તેમનાં અનુવાદગ્રંથો વિશે વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી આપી હતી. સમારંભના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ વી શાહે આશીર્વચન આપ્યાં હતાં, આચાર્ય શ્રી ડૉ. દીપકભાઇ જોશીએ વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. સમિતિના ચેરમેન ડૉ. મરીનાબેન ચૌહાણે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો જી. એમ ચૌધરીએ કર્યું હતું. આભાર દર્શન ડૉ. મંજુલાબહેન સોલંકીએ કર્યું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image