પૂર્ણિમા નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ફુલોનો શણગાર- દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તા. 14 માર્ચે 2025ને શુક્રવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દાદાને હોળીના વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સૌથી મોટા રંગોત્સવમાં 11થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવ્યા હતા. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડ-ફુલોનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું પૂનમ નિમિત્તે સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:30 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
