કોરોના:24 કલાકમાં 13,313 દર્દીઓ નોંધાયા, 38ના મોત
ભારતમાં કોરોના સંક્રમણનો ગ્રાફ ફરી ઊંચો જઈ રહ્યો છે.24 કલાકમાં દેશમાં સંક્રમણના 13 હજાર 313 નવા કેસ નોંધાયા છે.આ દરમિયાન 38 દર્દીઓના મોત થયા હતા.નવા આંકડાઓ સહિત દેશમાં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા 4 કરોડ 33 લાખ 44 હજાર 958 પર પહોંચી ગઈ છે.જ્યારે 5 લાખ 24 હજાર 941 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.હાલમાં દેશમાં 83 હજાર 990 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં દૈનિક સંક્ર્મણનો દર હાલમાં 2.03 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કેસોની વધતી સંખ્યાને લઈને નિષ્ણાતોની મુખ્ય ટીમ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે.
મેના અંતથી ભારતમાં કોવિડ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.અગાઉ 18 જૂને 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.તે જ સમયે, ફેબ્રુઆરી પછી પ્રથમ વખત 16 જૂને, 12 હજારથી વધુ કેસ નોંધાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.