એક્સડ્યૂસ ટેક્નોલોજી પ્રા લિ દ્વારા 25મી ફેબ્રુઆરીના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે તેના “વાર્ષિક દિવસ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
એડિસન, ન્યુ જર્સીમાં હેડક્વાર્ટર સાથે 2006 માં સ્થપાયેલ ભારતીય મૂળની કંપની , એક્સડ્યૂસ ટેક્નોલોજી પ્રા લિ એ ઓરેકલ, સેલફોર્સ , માઈક્રોસોફ્ટ અને AWS સેવાઓમાં સાબિત કુશળતા સાથે એવોર્ડ-વિજેતા ટેકનોલોજી સેવાઓમાં ભાગીદાર રહેવામાં સફળતાઓ મેળવી છે.એક્સડ્યૂસ ટેક્નોલોજી પ્રા લિ એ એપ્લીકેશન ડેવલપમેન્ટ, મોબિલિટી સર્વિસીસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, વ્યૂહાત્મક આઈટી કન્સલ્ટિંગ અને યુ.એસ.ની કેટલીક સૌથી મોટી કોર્પોરેશનોને કરાર અને કાયમી સ્ટાફિંગ સોલ્યુશન્સ પૂરા પાડતા મિડ-માર્કેટ સેગમેન્ટમાં સ્થાપિત નામ ધરાવે છે .
એક્સડ્યૂસ ટેક્નોલોજી પ્રા લિ તેમની સેવાઓ દ્વારા, IT વર્ટિકલમાં મોટી સંખ્યામાં ગ્રાહકોને સેવા આપે છે. એક્સડ્યૂસ ટેક્નોલોજી પ્રા લિનું શ્રેષ્ઠતા પ્રત્યેનું સમર્પણ અમારી 300 થી વધુ કર્મચારીઓ અને સલાહકારોની ટીમ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે, જેઓ અમારા ગ્રાહકોને અસાધારણ સેવાઓ પહોંચાડવા માટે 24/7 અથાક કામ કરે છે.
એક્સડ્યૂસ ટેક્નોલોજી પ્રા લિ.એ કેનેડા અને યુકેમાં તેની કામગીરી શરૂ કરવા સાથે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન તેની વૈશ્વિક તેમજ તેની ભારતમાં ફૂટપ્રિન્ટને ઝડપથી વધારી રહી છે. અમદાવાદ અને બરોડા ખાતે 2 નવા ડિલિવરી કેન્દ્રોના ઉમેરા સાથે ભારતની ડિલિવરી ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે.
આજના આ વાર્ષિક દિવસ ની ઉજવણીમાં એક્સડ્યૂસ ટેક્નોલોજી પ્રા લિ કંપનીના ચેરમેન ડિરેક્ટર જય દવે, કંપનીના એક્ઝ્યુક્યુટીવ વૈદેહી પટેલ અને એચ આર હેડ પ્રવીણ સિંઘ અને અમિત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીના કર્મચારીઓ ને માર્ગદર્શન આપ્યું હતું અને કંપનીના 16 વર્ષની ઉજવણી સાથે મળીને કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.