લાંબા સમય બાદ મહુવામાં ડિમોલેશન: જસવંત મહેતા ભવન પરનો સ્ટે હટતા તંત્રએ દબાણ હટાવાની કારગીરી હાથ ધરી; સ્થાનિક લોકોએ જાતે જ પોતાનો સામાન હટાવી આપ્યો - At This Time

લાંબા સમય બાદ મહુવામાં ડિમોલેશન: જસવંત મહેતા ભવન પરનો સ્ટે હટતા તંત્રએ દબાણ હટાવાની કારગીરી હાથ ધરી; સ્થાનિક લોકોએ જાતે જ પોતાનો સામાન હટાવી આપ્યો


મહૂવા શહેરના મેઘદૂત ચોક સામે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગરી હાથ ધરાઈ હતી. જેથી સ્થાનિક લારી-ગલ્લાવાળા જાતે તે પોતાનો સામાન હટાવતા જોવા મળ્યા હતા. વિવાદિત જસવંત મહેતા ભવનની આજુબાજુમાં વર્ષોથી લારી કેબીન ગલ્લાના દબાણો લાંબા સમયથી હતા. જેથી આજે કોર્ટ જસવંત મહેતા ભવન પરનો સ્ટે દૂર કરતા કામગીરીનો પ્રારંભ કરવાનો હોવાથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

પોલીસના બંદોબસ્ત તેમજ સાધન સામગ્રી સાથે સ્ટાફ દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. સ્થળ પરના મોટા ભાગના દબાણ કર્તાઓએ સ્વેચ્છાએ પોતાની મહેનતથી જ દબાણો દૂર કરી લીધા હતા. જોકે શહેરમાં અન્ય અનેક સ્થળો પર ટ્રાફિક તેમજ દબાણો આવેલા છે. પરંતુ નગરપાલિકા દ્વારા ચોક્કસ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં ન આવતા લારી-ગલ્લાવાળાઓનું ટોળું ચીફ ઓફિસર પાસે રજૂઆત કરવા પહોંચ્યું હતું. પરંતુ ચીફ ઓફિસરે મનસ્વી વર્તન દર્શાવતા લારી-ગલ્લાવાળાઓ નારાજ થઈ પાછા જતા રહ્યા હતા. જોકે શહેરની અંદર લાંબા સમય બાદ તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. નાના બેરોજગાર ધંધાદારીઓને ડિમોલેશનના કારણે બેકાર અને બેરોજગાર બની જશે.

નગરપાલિકા દ્વારા 2013માં જસવંત મહેતા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ કોર્ટ ચુકાદાને કારણે આજ સુધી તેના પર સ્ટે લાગેલો હતો. આજે સ્ટે હટતા નિચેની દુકાનો માટે નગરપાલિકા દ્વારા ટેન્ડ બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બાકીનું કામ પુર્ણ કરવા માટે જસવંત મહેતા ભવનની આજુબાજુની જગ્યાને ખુલ્લી કરવા માટે પોલીસના બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં લાંબા સમય બાદ તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.