અરવલ્લીના ભિલોડા ખાતે ગુજરાત પ્રદેશ દ્વારા વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલીનુ ભવ્ય આયોજન કરાયું હતું.
શ્રીગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા દર બે વર્ષે વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલીનુ આયોજન અલગ અલગ જિલ્લામાં કરે છે. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે વ્યસન મુક્તિ રેલીનુ પ્રસ્થાન પ્રેરણા સ્કુલ પરથી કરવામાં આવ્યું તથા વનયાત્રા સમાપન સમારોહનુ શ્રીરામ કુમાર છાત્રાલય ભિલોડા ખાતે રાખવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને કોઈપણ પ્રકારના વ્યાસનોથી દુર રહેવાનો સંકલ્પ કર્યો હતો. આ વ્યસન મુક્તિ અભિયાન હજારો લોકોને વ્યસન મુક્ત કરવા માટેની રેલી યોજાઈ હતી જેમાં ભિલોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પી સી બરંડા,ગુજરાત પ્રદેશના મંત્રી જયંતિભાઇ પટેલ સંગઠન મંત્રી ચન્દ્રકાંભાઈ રાવલાણી ગાયત્રીબેન વ્યાસ અરવલ્લી જિલ્લા મંત્રી મનીષભાઈ પટેલ શંકરભાઈ કલાસવા મુકેશભાઈ મહેતા રામપાલ લઢા રમેશભાઈ ચૌધરી નરેન્દ્રભાઈ ચૌહાણ તથા ભિલોડા નગરના દરેક કાર્યકર્તા ભાઈઓ અને દરેક સમાજ ના ભાઈ બહેનો વનયાત્રામા સામેલ ગુજરાતના વલસાડ, ડાંગ , સુરત થી લઇ બનાસકાંઠા સુધી અંબાજી થી લઇ ને ઉમરગામ સુધીનાં દરેક જિલ્લાના ભાઈઓ બહેનો ઉપસ્થિતિ રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી ભિલોડા એકમ દ્વારા ભવ્ય આયોજન કરી સફળ બનાવવા માટે મહેનત કરી સફળ બનાવ્યો હતો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
