તું ચુનારાવાડ ચોક પાસે આવેલ મકાનની ડેલીએ એક સ્ત્રી પાસે ગયેલ હતો’ કહીં ચોટીલાના યુવકને ખંખેરી લીધો - At This Time

તું ચુનારાવાડ ચોક પાસે આવેલ મકાનની ડેલીએ એક સ્ત્રી પાસે ગયેલ હતો’ કહીં ચોટીલાના યુવકને ખંખેરી લીધો


તું ચુનારાવાડ ચોક પાસે આવેલ મકાનની ડેલીએ એક સ્ત્રી પાસે ગયેલ હતો કહીં ચોટીલાના યુવક પાસેથી રૂ.23 હજાર ખંખેરી લીધાં હતા. બનાવ અંગે થોરાળા પોલીસે બે શખ્સોને દબોચી લઈ પૂછતાછ હતી.
બનાવ અંગે ચોટીલાના લાખણકા ગામમાં રહેતાં ભાવેશભાઇ વિઠ્ઠલભાઇ ખોરાણી (ઉ.વ 30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બે અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમનો મોટો ભાઈ કેતન પત્ની સાથે ગ્રીન લેન્ડ ચોકડી પાસે ભાડાના મકાનમાં રહે છે. તેમના ભાભીને ડિલીવરી આવવાની હોવાથી રાજકોટ રૈયા રોડ ઉપર આવેલ પાયલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. જેથી ગઇ તા.25 ના બપોરના સમયે તે તેમજ તેના કાકા હું વાલજીભાઈ, કાકી સહિતના રાજકોટ હોસ્પિટલ ખાતે આવેલ હતા અને ત્યાં સાંજ સુધી રોકાયા બાદ ભાઈ કેતનના ઘરે આરામ કરવા માટે જવુ હોવાથી એક્ટીવા લઈને સાંજના સાતેક વાગ્યે હોસ્પિટલથી નીકળેલ અને હોસ્પિટલના ખર્ચ માટે ઘરેથી લાવેલ રૂ.25 હજાર એક્ટીવાની ડેકીમાં રાખી દિધેલ હતા.તે ફરતો-ફરતો ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ બાજુ આવેલ હતો. બાદ તે ચુનારાવાડ ચોકથી ભાવનગર રોડ અમુલ સર્કલથી નેશનલ હાઇવે તરફ જતા 80 ફુટ રોડ ઉપર એક્ટીવા ચલાવી જતો હતો.
ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં તેમની પાછળથી એક ડબલ સવારી નંબર પ્લેટ વગરના બ્લુ કલરના એક્સેસમાં મોબે શખ્સો ઘસી આવેલ અને કહેલ કે, તુ અહીં શું રખડે છે, જેથી તેને કહેલ કે, હું હસ્પિટલથી મારા ભાઈના ઘરે જાવ છું, કહેતાં આરોપીએ અમે પોલીસમાં છીએ, તું ચુનારાવાડ ચોક પાસે આવેલ એક મકાનની ડેલી પાસે ઉભેલ એક સ્ત્રી પાસે તુ ગયેલ હતો જેથી તારી પાછળ પાછળ આવીને તને પકડેલ છે, તારા ઉપર પોલીસ કેસ કરવાનો છે, તારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવુ પડશે.
જેથી યુવાન ગભરાઇ ગયેલ અને કહેલ કે, મારા ભાભી હોસ્પિટલમાં દાખલ છે અને મારે ત્યાં જવુ પડે તેમ છે તમે તમારી રીતે કાંઇ થતુ હોય તો પુરૂ કરો જેથી બન્નેએ કહેલ કે, તારા ગુગલ પે એકાઉન્ટમાં કેટલા રૂપિયા પડેલ છે જેથી કહેલ કે, મારા એકાઉન્ટમાં રૂ. 4500 જેટલા પડેલ છે. જેથી પાછળ રહેલ શખ્સે એક્ટીવાની ચાવી લઈ ડેકી ખોલીને જોતા તેમાં રાખેલ રોકડ રૂ. 25 હજાર પડેલ હોય તે જોઇ ગયેલ અને બન્નેએ કહેલ કે, જો તારા ઉપર કેસ થવા દેવો ન હોય તો આ રૂપિયા અમને આપી દે જેથી તેને ના પાડેલ અને કહેલ કે, આ રૂપિયા મે દવાખાનાના કામ માટે રાખેલ છે તમને નહી આપુ તેમ કહેતા બન્ને શખ્સો ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને પોલીસ સ્ટેશન લઇ જવાનુ કહેતા તે ડરી ગયેલ જેથી તેમને પૈસા લઇ જવાનુ કહેતા ડેકીમાંથી પૈસા કાઢી લીધાં હતા.
બાદમાં અજાણ્યાં શખ્સે કહેલ કે, તારે દવાખાનાનુ કામ છે જેથી રૂ.2 હજાર તને પાછા આપુ છુ, તેમ કહી રૂ. 23 હજાર લઇ લીધેલ હતા અને ત્યાંથી જતો રહેવાનુ કહેતા તે ત્યાંથી નીકળી ગયેલ હતો. બાદમાં થોડે દુર હાઇવે રોડના સર્વિસ રોડ ઉપર જઇને એક અજાણ્યા ભાઈને હકિકત જણાવતા તેમને કહેલ કે, પોલીસનું ખોટુ નામ દઈ પણ તારી પાસેથી પૈસા લઇ ગયેલ હોય તેવુ પણ બની શકે છે. જેથી 100 નંબરમાં ફોન કરતા પોલીસની ગાડી આવતા તે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને પોલીસને સમગ્ર બનાવની વાત કરી ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી પીઆઈ એન.જે.વાઘેલા અને ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં થોરાળા વિસ્તારમાં જ રહેતાં બંને નકલી પોલીસને પકડી પાડી સઘન પૂછતાછ આદરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image