મોડાસા ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ. - At This Time

મોડાસા ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ.


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહાલક્ષ્મી ટાઉન હોલમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ કાર્યક્રમની શરૂઆતમાં તેમના વ્યક્ત્ત્વમાં જણાવ્યું હતું કે દર વર્ષે સમગ્ર ભારતમાં 7 માર્ચના રોજ "જન ઔષધિ દિવસ" ઉજવવામાં આવે છે. આ દિવસની પ્રથમ ઉજવણી 7 માર્ચ, 2019ના રોજ કરવામાં આવી હતી. વર્ષ 2023માં આપણે 5મો જન ઔષધિ દિવસ મનાવી રહ્યા છીએ. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય જેનરિક દવાઓના ઉપયોગ વિશે વધુ પ્રોત્સાહન અને લોક જાગૃતિ લાવવાનો છે. ભારત સરકાર દ્વારા 1 જુલાઇ, 2015ના રોજ જન ઔષધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સમગ્ર દેશમાં “જન ઔષધિ સ્ટોર બનાવવામાં આવ્યા હતા. આ સ્ટોર પર ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરિક દવાઓ બજાર કિંમત કરતાં 50% થી 90% જેટલી ઓછી કિંમતે મળી રહે છે. તેમજ આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ તેમના વ્યક્ત્ત્વમાં જણાવ્યું હતું કે જેનરિક દવાને લોકપ્રિય બનાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના' શરૂ કરવામાં આવી છે. 31મી જાન્યુઆરી 2023 સુધીમાં જન ઔષધી કેન્દ્રોની સંખ્યા વધારીને 9 હજાર 82 કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આ જન ઔષધી કેન્દ્રોની સંખ્યા 5 છે જે પૈકી 3 મોડાસામાં અને 2 બાયડ ખાતે આવેલ છે.
વાસ્તવમાં, બજારમાં ઉપલબ્ધ જાણીતી કંપનીઓની બ્રાન્ડેડ દવાઓ સામાન્ય રીતે ઘણી મોંઘી હોય છે. અને તે બધા મેડીક્લ સ્ટોર પર વધુ લોકપ્રિય અને સરળતાથી ઉપલબ્ધ હોવાથી, ડૉક્ટરો પણ પ્રિસ્ક્રિપ્શનમાં સમાન દવાઓ લખે છે. જ્યારે જેનરિક દવાઓ જન ઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ છે. તેમની ઓછી કિંમત અને અન્ય કેટલાક કારણોને લીધે, લોકોના મનમાં સામાન્ય રીતે આ પ્રશ્નો હોય છે કે શું આ દવાઓ સાચી છે અને શું તે મોંઘી દવાઓ જેટલી અસરકારક છે? જન ઔષધિ દિવસ અને સપ્તાહ આયોજનનો મુખ્ય ઉદેશ્ય આ તમામ મુદ્દાઓ વિશે સામન્ય લોકોમાં જાગૃતિ લાવવાનો અને જૈનરિક દવાઓ પ્રત્યે લોકોમાં વિશ્વાસ કેળવવાનો છે. આ સાથે આ પ્રસંગ ભારત સરકારના દરેક વ્યક્તિને દવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો અને આ દિશામાં તેમની સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ પણ છે.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. એમ. એ. સિદ્દિકી, અને RCHO શ્રી ડૉ.એ.બી.પટેલ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon