‘તમે પૈસા લેવા આવ્યા છો’ કહી, મહિલા ASI સાથે ઝપાઝપી કરી - At This Time

‘તમે પૈસા લેવા આવ્યા છો’ કહી, મહિલા ASI સાથે ઝપાઝપી કરી


‘મને જવા નહીં દો તો દવા પી તમારું નામ લખાવતો જઇશ’ તેવી ઇભલાના ભાઇએ ધમકી આપી, તમામ આરોપીની સરભરા કરાઇ

​​​​​​​મોરબી રોડ પર નામચીન ઈભલો અને તેની ગેંગનું કારસ્તાન

શહેરના મોરબી રોડ પર રહેતા અને 53 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા તેમજ પાંચ વખત પાસામાં જઇ આવેલા ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો અને તેની ગેંગે ગુરૂવારે રાત્રે મોરબી રોડ પર મહિલા એએસઆઇની ફરજમાં રૂકાવટ કરી ધમાલ મચાવી હતી. ઇભલાનો ભાઇ તથા તેનો મિત્ર નંબર પ્લેટ વગરના ત્રણ વાહનો સાથે ઊભો હોય આ અંગે પૃચ્છા કરતા ઇભલા અને તેની ગેંગે ધમાલ કરી ઝપાઝપી કરી ધમકી પણ આપી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લઇ સરભરા કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon