ગુજરાત ATS ની ટીમે વડોદરા જીલ્લાના સીંધરોટ ગામની સીમ ના ખેતરમાં પતરાના શેડની ફેકટરીમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. - At This Time

ગુજરાત ATS ની ટીમે વડોદરા જીલ્લાના સીંધરોટ ગામની સીમ ના ખેતરમાં પતરાના શેડની ફેકટરીમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો.


ગુજરાત ( A.T.S ) એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એલ ચૌધરીનાઓ
ને મળેલ બાતમી મુજબ મો શફી મિસ્કીન દિવાન ઉ.વ.૪૮ રહે ફેજલ પાર્ક, ભોજા તળાવ પાસે નડીયાદ તેના અન્ય સહયોગીઓ સાથે મળીને વડોદરા શહેર તમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કોઇ ફેકટરીમા ગે.કા.માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ બનાવી વેચાણ કરે છે,

ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક શ્રી સુનીલ જોષીનાઓને જાણ કરી આ માહિતીને ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા ખરાઈ કરાવી તથા કરી ચોક્કસ ઈન્ટેલીજન્સને આધારે તા ૨૯ નવેમ્બર ૨૦૨૨ ની મોડી રાત્રે ગુજરાત એ.ટી.એસ.ના.પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એલ.ચૌધરી નાઓના નેતૃત્વમાં પો. ઈન્સ.વી.એન વાધેલા, પો.સ.ઇ. એ.આર.ચૌધરી, પો.સ.ઇ. કે.બી.દેસાઇ, પો.સ.ઇ.બી.ડી.વાઘેલા તથા કર્મચારીઓની ટીમે વડોદરા ખાતે અલગ અલગ જગ્યાએથી કુલ પાંચ જેટલા ઈસમોને પકડી પાડેલ છે તેમજ વડોદરા ગ્રામ્યના સીંધરોટ ગામ ખાતે રેડ કરી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ ફેક્ટરી શોધી કાઢી હતી જેમા ૬૩ કિલો ૬૧૩ ગામ તૈયાર મેફેડ્રોન તથા ૮૦ કિલો ૨૬૦ ગ્રામ મેડ્રોન બનાવવા માટે તૈયાર કરેલ લીકવીડ જે કુલ અદાજિત કિંમત રૂ. ૪૭૮.૬૫ કરોડ નો મુદ્દામાલ તથા મેફેડ્રોન બનાવવા માટે ઉપયોગ માં લીધેલ મશીનરી કબ્જે કરેલ છે આ રેડ દરમ્યાન નીચે મુજબના ઈસમોની અટકાયત કરવામાં આવેલ છે.

(૧) સૌમીલ ઉર્ફે સેમ સુરેશચન્દ્ર પાઠક ઉ.વ.૫૭ રહે, ૫, એવરેસ્ટ સોસાયટી, બાલાજી હોસ્પીટલ પાસે, સુભાનપુરા, વડોદરા, (૨) શૈલેષ ગોવિંદભાઇ કટારીયા ઉ.વ.૪૫ રહે. ૫૦, ભાગ્યલક્ષ્મી સોસાયટી. રીફાઇનરી રોડ,

ગોરવા, વડોદરા, Education: B.Sc. (Chemistry (૩) વિનોદભાઇ ઉર્ફે પપ્પુ રમણભાઇ નિજામાં, ઉ.વ૪૨ રહે. ગામ-સીધરોટ, શ્રમ મંદીર પાસે, નીઝામપુરા, તા.જિ-વડોદરા (૪) મો.શફી ઉર્ફે જગ્ગુ મિસ્કીન દિવાન ઉ.વ.૪૮ રહે. ફેજલ પાર્ક, ભોજા તળાવ પાસે,

નડીયાદ. (૫)ભરતભાઇ ભીમાભાઇ ચાવડા ઉ.વ.૪૩ રહે. સી/૪૪, પંચામૃત એપાર્ટમેન્ટ, ગૌત્રી રોડ, વડોદરા.

ઉપરોક્ત પકડાયેલ ઈસમોની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે, આ કેસમાં મુખ્ય સૂત્રધાર સૌમિલ પાઠકનાએ ડાર્ક વેબ દ્વારા નાર્કોટીક ડ્રગ્ઝ ઉત્પાદન પ્રક્રિયાની વિગતો મેળવી હતી, આ માટે મુખ્ય રો-મટીરીયલ તેણે સહુ આરોપી કેમીકલ ચોરી કરતા ભરત ચાવડાની મદદથી મેળવેલ, ડ્રગ્ઝ ઉત્પાદન માટે સૌમિલ તથા ભરત ચાવડાએ વિનોદભાઇ ઉર્ફે પપ્પુનો સંપર્ક કરેલ જેણે ડ્રગ્ઝ ઉત્પાદન પ્રક્રિયાના જાણકાર કેમીસ્ટ શૈલેષ ગોવિંદભાઇ કટારીયાનાનો સંપર્ક કરાવી આપેલ. ત્યારબાદ સૌમિલે ભરત, પપ્પુ, શૈલેષ અને અન્ય આરોપીઓની મદદ સિંધરોટ ગામમાં એક મોટું યુનિટ શરૂ કરેલ જે એકમ મોટી ઉત્પાદન ક્ષમતા ધરાવે છે પતરાના શેડવાળી ફેકટરીમાં ચાલતા આ યુનિટને ગુજરાત એ.ટી.એસ.ની ટીમે રેડ કરી સીલ કરેલ છે,

વધુમાં, પકડાયેલ ઈસમ શૈલેષ ગોવિંદભાઇ કટારીયા જે પોતે બી.એસ.સી., કેમેસ્ટ્રી ભણેલ છે. તે મેફડ્રોન બનાવવાનું કામકાજ સંભાળે છે. તેમજ આરોપી વિનોદભાઇ ઉર્ફે પપ્પુ રમણભાઇ નિજામાં ફેકટરીમાં દેખરેખ રાખે છે અને મેફેડ્રોન બનાવવા માટે જરૂરી સરસામાન લાવી આપે છે. આ કામના આરોપીઓએ આ ફેકટરી અંદાજે સવા મહિનાથી ચાલુ કરેલ છે,

પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ છે કે સૌમિલ પાઠકનાને અગાઉ મુંબઈના સલીમ ડોલા સાથે જેલમાં ઓળખાણ થયેલ, જે ગે.કા. માદક પદાર્થના ઉત્પાદન તથા વેચાણના ધંધામાં તેનો ભાગીદાર છે, પકડાયેલ ગે.કા. માદક પદાર્થ મેડેડ્રોન તૈયાર કરવા માટેનું રો મટીરીયલ તેણે મુંબઈના આ સલીમ ડોલા નામના ઈસમ પાસેથી મેળવેલ હતું,

પકડાયેલ આરોપીઓ આ ગુનાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેકેોન (MD) કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરેલ હતો અને એ માટે તેઓને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુમાં છે.

Report by :- Keyur Thakkar.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon