કેશોદમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો - At This Time

કેશોદમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો


કેશોદ માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ રેઈડ દરમિયાન ઝડપાયેલ ૪૬૪૨૩ બોટલ અંદાજે ૬૪ લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો

ગુજરાતમાં દારૂ બંધીછે તેમ છતાં દર વર્ષે કરોડો રૂપીયાનો દારૂ ઝડપાયછે જેમાં જુનાગઢ જિલ્લામાં પણ વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસ દ્વારા રેઈડ કરી અવારનવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયછે જેમાં કેશોદ અને માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા દશેક મહીનામાં પોલીસ રેઈડ દરમ્યાન ૪૬૪૨૩ વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની અંદાજે ૬૪ લાખની કિંમતની બોટલ ઝડપાયેલ હોય જેની કોર્ટની મંજૂરી લઈ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કેશોદના કોર્ટ રોડ નજીક ભરડીયા વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેની જાણ થતાં આજુબાજુના રહેવાસીઓ જોવા માટે સ્થળ ઉપર દોડી આવ્યા હતા કેશોદ માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ રેઈડ દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો ભરડીયા વિસ્તારમાં પહોંચાડી દારૂની બોટલો ઉપર રોલર ફેરવવામાં આવ્યું હતું

દારૂના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે માંગરોળ ડીવાયએસપી ડે. કલેકટર મામલતદાર કેશોદ માંગરોળ પોલીસ સ્ટાફ સહીતની ઉપસ્થિતમાં અંદાજે ૬૪ લાખની કિંમતની ૪૬૪૨૩ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.