આર્થિક કટોકટીમાંથી બહાર નિકળવા મ્યુનિ.તંત્ર, અમદાવાદનાં ગાર્ડન,ઓકિસજન પાર્ક, ટ્રાફિક સર્કલ ખાનગી એકમોનાં હવાલે કરશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/municipalities-to-get-out-of-economic-crisis/" left="-10"]

આર્થિક કટોકટીમાંથી બહાર નિકળવા મ્યુનિ.તંત્ર, અમદાવાદનાં ગાર્ડન,ઓકિસજન પાર્ક, ટ્રાફિક સર્કલ ખાનગી એકમોનાં હવાલે કરશે


અમદાવાદ,રવિવાર,7
ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં આર્થિક કટોકટીમાંથી
પસાર થઈ રહયુ છે.આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવા શહેરના જુદા જુદા રસ્તાઓના ગાર્ડન
ઉપરાંત ઓકિસજન પાર્ક, વિવિધ
રસ્તાઓ ઉપર આવેલા ટ્રાફિક સર્કલ,
સેન્ટ્રલ વર્જ તેમજ ગ્રીન પેચ સ્વખર્ચે ડેવલપ કરવા ખાનગી એકમોના હવાલે કરી
દેવાશે.ઉપરાંત શહેરમાં નવા બનનારા તમામ જિમ્નેશિયમ પાંચ વર્ષ માટે મળતિયા
કોન્ટ્રાકટરોને પધરાવી દેવાની કવાયત સત્તાધીશોએ શરુ કરી દીધી છે.રિક્રીએશન કમિટીની મળનારી બેઠકમાં બે અલગ અલગ દરખાસ્ત
મંજુરી માટે મુકવામાં આવી છે.એક દરખાસ્તમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
હાલમાં નવા બનાવવામાં આવી રહેલાં જોધપુર ઉપરાંત નારણપુરા, વેજલપુર, વટવા,લાંભા તથા હવે
પછી નવા બનનારા તમામ  જિમ્નેશિયમનો સંપૂર્ણ
ખર્ચ જેવો કે નવા સાધન મુકવા,પુરુષ
અને મહિલા કોચ રાખવા,સિકયુરીટી,સફાઈ,લાઈટ, સાધનોના
મેઈન્ટેનન્સ તેમજ બિલ્ડિંગના મેઈન્ટેનન્સ,સામાન્ય
પ્રકારના રીપેરીંગ વગેરેના તમામ ખર્ચ સાથે પાંચ વર્ષ માટે ખાનગી કોન્ટ્રાકટરોને
પી.પી.પી.ધોરણે ચલાવવા માટે આપી દેવા અંગે કમિટીની મંજુરી માંગવામાં આવી છે.ઉપરાંત
દરખાસ્તમાં સભ્યો માટે એ.સી.અને નોન એ.સી.જિમ્નેશિયમની ફી પણ જિમ્નેશિયમ ચલાવવા
જેને સોંપવામાં આવશે તેના દ્વારા જ વસૂલ કરવામાં આવશે.કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી બીજી એક દરખાસ્તમાં
શહેરના જુદા-જુદા રસ્તાઓ ઉપર આવેલા ગાર્ડન,
ઓકિસજન પાર્ક, ટ્રાફિક
સર્કલ, આઈલેન્ડ, સેન્ટ્રલ વર્જ
તેમજ રસ્તાઓ ઉપરના ગ્રીન પેચની જાળવણી સ્વખર્ચે કરવા માટે અલગ અલગ એજન્સીઓ,કંપનીઓ તથા
સંસ્થાઓને હવાલે કરી દેવા માટે રિક્રીએશન કમિટીની મંજુરી માંગવામાં આવી છે.એક બગીચા પાછળ મ્યુનિ.ને મહિને એક લાખથી પાંચ લાખનું આર્થિક
ભારણ પડે છે

અમદાવાદ શહેરના સાત ઝોનમાં હાલની પરિસ્થિતિમાં નાના-મોટા
મળીને કુલ ૨૯૬ બગીચા આવેલા છે.આ બગીચા પૈકી ૨૦૦ જેટલા બગીચા પી.પી.પી. ધોરણે
અમૂલને સોંપવામાં આવેલા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનને  પ્રતિ એક બગીચાના મેઈન્ટેનન્સ પાછળ નાનો બગીચો
હોય તો એક લાખ રુપિયા અને મોટો બગીચો હોય તો પાંચ લાખ રુપિયા જેટલો દર મહિને
મેઈન્ટેનન્સ ખર્ચ આવતો હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]