મુંબઈ નાર્કોટિક્સ સેલે ગુજરાતના ભરૂચમાંથી પકડ્યું 513 કિલો MD ડ્રગ્સ, 7ની ધરપકડ
-મુંબઈની એક સ્પેશયલ પોલીસ ટીમે ગુજરાતના ભરૂચમાંથી વધુ 513 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું નવી મુંબઇ, તા. 16 ઓગસ્ટ 2022, મંગળવાર ડ્રગ્સનું દૂષણ ડામવા માટે થઈ રહેલ પ્રયાસોમાં હવે ગુજરાત ક્યાંકને ક્યાંક ડ્રગ્સનું એપી સેન્ટર બની રહ્યું છે. ગુજરાત ATS અને વડોદરા SOGના એક સંયુક્ત સર્ચ ઓપરેશનમાં સાવલી ખાતેની એક માર્બલ કંપનીમાં એમડી ડ્રગ્સનો કાળો કાળોબાર થઈ રહ્યો હતો. ગઈકાલ રાતથી ચાલી રહેલ સર્ચ ઓપરેશનમાં 200 કિલો MD ડ્રગ્સ પકડાયું હોવાની આશંકા સાથે હવે વધુ એક પ્રાપ્ત અહેવાલ અનુસાર મુંબઈની એક સ્પેશયલ પોલીસ ટીમે પણ 13 ઓગસ્ટના રોજ ગુજરાતના ભરૂચમાંથી વધુ 513 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રિપોર્ટ અનુસાર મુંબઈના એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો અને લગભગ 513 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1026 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ ઓપરેશનમાં એક મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ANCની ટીમે ડ્રગ યુનિટના માલિક ગિરિરાજની પણ ધરપકડ કરી હતી.7 આરોપીઓની ધરપકડ સાવલીમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝબ્બે :ગુજરાત ATS અને વડોદરા SOGએ એક મોટું સંયુકત ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. GK માર્બલ કંપનીમાં માર્બલના ભૂકાની આડમાં ડ્રગ્સનો કારોબાર થતો હતો. રિપોર્ટ અનુસાર 200 કિલો ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી હોવાનુ જાણવા મળી રહ્યું છે. વડોદરા પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં પ્રથમ વખત ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે.આ પણ વાંચો: ATS-વડોદરા SOGનું મેગા સર્ચ ઓપરેશન: સાવલીમાંથી રૂ.1000 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.