રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી


રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

૭૪મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રી બોટાદ શહેર-જિલ્લામાં કરોડોના વિકાસકામોની ભેટ ધરશે

બોટાદ શહેર-જિલ્લામાં રૂ.૨૯૭.૫૬ કરોડના ખર્ચે ૩૭૬ વિકાસપ્રકલ્પોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થશે

બોટાદ જિલ્લાના રમતવીરોને ઘર આંગણે જ રમત-ગમત સંકૂલનો લાભ મળે તે માટે રૂ.૧૫.૪૭ કરોડના ખર્ચે રમત સંકૂલનું કરાશે ઇ-ખાતમુહૂર્ત

બોટાદ જિલ્લાના આંગણે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે જેમાં બોટાદના આંગણેથી જિલ્લાની જનસુખાકારીમાં વધારો થાય તે હેતુથી બોટાદ શહેર તથા જિલ્લાના રૂ.૨૯૭.૫૬ કરોડના ખર્ચે ૩૭૬ વિકાસપ્રકલ્પોનું તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ બોટાદ માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતેથી સવારે ૧૧:૦૦ કલાકે મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન કરવામાં આવશે.

ડબલ એન્જિનની સરકાર વિકાસકાર્યોની સરવાણી વહાવી રહી છે ત્યારે આ નવપ્રકલ્પોનો લાભ બોટાદવાસીઓને પણ મળશે. જેમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા બોટાદ જિલ્લાના મુખ્ય માર્ગોમાં પરિવહનની સુવિધામાં વધારો થાય તે માટે અંદાજે રૂ.૪૫.૫૦ કરોડના ૫ (પાંચ) કામોનું લોકાર્પણ તથા રૂ.૨૭.૧૭ કરોડના ૨ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૩૫.૬૦ કરોડના ૨ કામોનું ભૂમિપૂજન કરાશે. તેવી જ રીતે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રૂ.૪.૦૦ કરોડના ૨ કામોનું લોકાર્પણ અને રૂ.૨૯.૪૦ કરોડના ૧૭ કામોનું ખાતમુહૂર્ત કરાશે

પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે રૂ.૯૫.૯૪ કરોડના ૧ કામનું લોકાર્પણ થવાની સાથે શહેરી વિકાસ વિભાગ નગરપાલિકા દ્વારા રૂ.૫.૨૭ કરોડના ૯૯ કામોનું લોકાર્પણ, રૂ.૩.૨૨ કરોડના ૨૩ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૭.૯૨ કરોડના ૧ કામનું ભૂમિપુજન કરાશે.

બોટાદ જિલ્લાના રમતવીરોને ઘર આંગણે જ રમત-ગમત સંકૂલનો લાભ મળે તે માટે રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રૂ.૧૫.૪૭ કરોડના ૧ કામનું ખાતમુહૂર્ત કરવા ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) ના રૂ.૫.૭૫ કરોડના ૧૨૦ કામોનું લોકાર્પણ તથા રૂ.૦.૪૪ કરોડના ૨૬ કામોનું ખાતમુહૂર્ત, શિક્ષણ વિભાગ દ્વારા રૂ.૦.૦૭ કરોડના ૮ કામોનું લોકાર્પણ, રૂ.૫.૪૮ કરોડના ૨ કામોનું ખાતમુહૂર્ત સહિત કૃષિ અને સહકાર વિભાગ (રાજ્ય) દ્વારા રૂ.૧૩.૫૨ કરોડના ૧ કામનું લોકાર્પણ કરાશે.

તેવી જ રીતે પંચાયત વિભાગ દ્વારા રૂ.૧.૦૮ કરોડના ૩૩ કામોનું લોકાર્પણ અને રૂ.૦.૫૨ કરોડના ૧૬ કામોનું ખાતમુહૂર્ત, મહિલા અને બાળ વિકાસ વિભાગ (ICDS) દ્વારા રૂ.૦.૨૮ કરોડના ૪ કામોનું લોકાર્પણ તથા રૂ.૦.૫૫ કરોડના ૧૦ કામોનું ખાતમુહૂર્ત અને સિંચાઇ વિભાગ (રાજ્ય) દ્વારા રૂ.૦.૩૬ કરોડના ૩ કામોનું ખાતમુહૂર્ત કરાશે.

આમ, બોટાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), શિક્ષણ વિભાગ,મહિલા અને બાળ વિકાસ વિભાગ, શહેરી વિકાસ(નગરપાલિકા), સિંચાઇ વિભાગ (રાજ્ય), કૃષિ અને સહકાર વિભાગ (રાજ્ય), ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, સામાન્ય વહીવટ વિભાગ (આયોજન), રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ, પંચાયત વિભાગ સહિતનાં વિભાગોના જનહિતલક્ષી કામો થકી બોટાદવાસીઓની સવલતોમાં વધારો થશે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »