મહાશિવરાત્રીએ કતલખાના બંધ રાખવા મનપાનું જાહેરનામું
માંસ, મટન, મચ્છીનું વેંચાણ કે સ્ટોર કરવા પ્રતિબંધ ફરમાવાયો
મહાનગરપાલિકાએ શિવરાત્રી નિમિત્તે રાજકોટ શહેરના કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કમિશનર અમિત અરોરા, બહાર પાડેલા જાહેરનામા મુજબ ૧૮ ફેબ્રુઆરીને શનિવારે શિવરાત્રી નિમિત્તે રાજકોટ મનપા વિસ્તારમાં આવેલા કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન મચ્છીનું વેચાણ કે સ્ટોર કરવા પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી એક્ટ ૧૬૪૯ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાનો અમલ ૨૪ કલાક સુધી કરવાનો રહેશે. હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટર- નિખીલ ભોજાણી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.