મુખ્યમંત્રીની હાજરીમાં આવતી કાલે 2. 3 કિમી લાંબી તિરંગા યાત્રા નીકળશે. - At This Time

મુખ્યમંત્રીની હાજરીમાં આવતી કાલે 2. 3 કિમી લાંબી તિરંગા યાત્રા નીકળશે.


આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં વડોદરામાં તિરંગા રેલીનું આયોજન કરાયું છે . 8 મીએ સોમવારે 2. 3 કિમી લાંબી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે . રેલીમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી , સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના લોકો વસ્ત્રો પરિધાનો સાથે જોડાશે . આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક ઘર પર તિરંગો ફરકાવી શકાય તે માટે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું છે . જે અંતર્ગત સુરત અને હવે 8 મી તારીખે વડોદરા શહેરમાં તિરંગા યાત્રા નીકળશે . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો તેમજ મંત્રીઓ આ યાત્રામાં જોડાશે . 8 મી તારીખે સાંજના 5 વાગ્યે પોલોગ્રાઉન્ડ પ્રદર્શન મેદાન ખાતેથી તિરંગા યાત્રા નીકળશે . જે ખંડેરાવ માર્કેટ થઈ ભગતસિંહ ચોક , મહાત્મા ગાંધી નગરગૃહ , અમદાવાદી પોળ , ટાવર ચાર રસ્તા થઈ કોઠી ચાર રસ્તા ખાતે પૂર્ણ થશે . યાત્રામાં 1000 પોલીસ વિભાગના પ્લાટુન ,શીટીમ , ઘોડે સવાર પોલીસ જોડાશે . તદુપરાંત મ . સ યુનિવર્સિટી , વિવિધ કોલેજો અને શાળાઓના 10 , 000 જેટલા વિદ્યાર્થીઓ જોડાવાના છે . તિરંગા યાત્રામાં વિવિધ રાજ્યના સંગઠનો જેમાં કેરાલા , ઓરિસ્સા , પંજાબી , રાજસ્થાની અને બંગાળી એસોસિયેશનના લોકો તેમના પ્રાંતની વેશભૂષામાં સજ્જ થઈ તિરંગા યાત્રામાં જોડાશે . સાથે સાથે સામાજિક , ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ તેમજ તેમના પ્રતિનિધિઓ અને નાગરિકો તથા વિવિધ એસોસિએશનના હોદ્દેદારો , સ્પોર્ટ્સ ક્લબ અને શાંતિ સમિતિના સભ્યો જોડાશે . પાલિકા દ્વારા તિરંગા યાત્રાના સમગ્ર રૂટ પર માર્ગની બંને તરફ તિરંગા ઝંડાથી સુશોભિત કરવાનું નક્કી કરાયું છે . તેમજ રોડ પર ઠેર ઠેર યાત્રાનો સ્વાગત કરવા માટે વિવિધ નૃત્ય મંડળીઓ અને ડીજે ની ટીમો હાજર રહેશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon