કેશોદના નાની ઘંસારી ગામે ખેડુત તાલીમ માર્ગદર્શન સેમીનાર યોજાયો
ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ પ્રોત્સાહન આપી ગુજરાતના ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાછે જે તરફ ખેડુતો પણ ધીરેધીરે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાછે ઝેર મુક્ત ખેત ઉત્પાદનોથી માનવ જીવનને સારી તંદુરસ્તી મળી રહે પોષણક્ષમ ભાવ મળી રહે અને ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન મળી રહે જેથી ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવી સમુદધ બને તેવા ગુજરાત સરકાર દ્વારા પણ સતત પ્રયાસ કરવામાં આવી રહયાછે જેની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને અનેકવિધ સહાયો પણ આપવામાં આવેછે રાજ્યમાં અનેક પ્રાકૃતિક હાટ ખોલવામાં આવી રહ્યાછે જ્યાં ખેડુતોને પ્રાકૃતિક ખેત પેદાશોમાં સારા એવા બજાર ભાવ પણ મળી રહ્યાછે
અંબુજા સીમેન્ટ ફાઉન્ડેશન અને HDFC બેંકના સહયોગથી કાર્યરત ક્લાયમેટ સ્માર્ટ એગ્રિકલચર પ્રોજેક્ટ શરૂછે જે અનેક તાલુકાઓમાં સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહીછે જેમાં આદર્શ પ્રાકૃતિક કૃષિ , આદર્શ કિશાન , સંસ્થા તરફથી મળતા ઇનપુટ સપોર્ટ , અળસિયાં ના ખાતર ની સબસિડી , ઝટકા મશીન સહીતની પ્રવૃતીઓ સાથે ખેડુતોને માહીતગાર કરી સહાય પણ આપવામાં આવેછે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે રામદેવપીરના મંદિરના સાનિધ્યમાં નાની ઘંસારી ગામમાં ખેડૂત તાલીમ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરેલ હતું જેમાં અંબુજા સીમેન્ટ ફાઉન્ડેશનના કૃષિ તજજ્ઞો દ્વારા
કેશોદ તાલુકાના 38 જેટલા ગામોમાં નવો પ્રોજેકટ શરૂ કરવામા આવી રહ્યોછે જેમાં પાણીનું વ્યવસ્થાપન જમીન ગુણવતા સુધારણાં અળસીયાનું ખાતર જળ વ્યવસ્થાપન જેમાં વહી જતાં પાણીનો સંગ્રહ ચેકડેમો રીનોવેશન નવા ચેકડેમો બનાવવા પશુ પાલન પશુ હેલ્થ કેમ્પ સહીતની સંસ્થાની કામગીરી અને જેનાથી ખેડુતોને થતાં ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું
અંબુજા સીમેન્ટ ફાઉન્ડેશન અને HDFC બેંકના સહયોગથી કાર્યરત ક્લાયમેટ સ્માર્ટ એગ્રિકલચર પ્રોજેક્ટ જેમાં એચડીએફસી બેંક દ્વારા નાણાંકીય સહયોગ આપવામાં આવેછે અને અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અમલીકરણ સંસ્થા તરીકે કામગીરી કરેછે જે અંતર્ગત ખેડુત મીટીંગ વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન સહીતનો સેમીનાર યોજાયો જેમાં રોહિતભાઈ કુમારખાણીયા - પ્રોજેક્ટ સિનિયર ઓફિસર રૂશીતાબેન ખેર - પ્રોજેક્ટ સિનિયર ઓફિસર નિતા ચુડાસમા - ફીલ્ડ ફેશીલિટેટર રુષીતભાઈ ખેર - ફીલ્ડ ફેશીલિટેટર વિશાલભાઈ ડૉડીયા - ફીલ્ડ ફેશીલિટેટર સહીતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ખેડુત સેમીનારમાં નાની ઘંસારી ગામના ખેડુતો ઉપસ્થિત રહી માર્ગદર્શનનો લાભ લીધો હતો
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. ૯૭૩૭૩ ૪૪૯૯૦
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે
