રાજકોટમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થી બેભાન થઇ ગયો, સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો
રાજકોટમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યું છે. લાલ બહાદુર સ્કૂલમાં ચાલુ કલાસે બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યું છે.
બનાવી વિગત અનુસાર, રાજકોટમાં બાળકો, યુવાનોના મોતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ બન્યો છે શહેરની લાલ બહાદુર સ્કૂલમાં. 17 વર્ષીય મૃદિત અક્ષયભાઈ નડીયાપરા સ્કૂલે આવ્યો અને અચાનક ક્લાસમાં બેભાન થઈ ગયો. પ્રાથમિક તબક્કામાં ચક્કર આવ્યા હોવાની લાગ્યું એટલે શિક્ષકોએ આચાર્યને જાણ કરી અને બાદમાં વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં તબીબ દ્વારા તપાસ કરતા વિધાર્થીનું મોત થયાનું સામે આવ્યું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.