શ્રી એસ. કે.શાહ & શ્રીકૃષ્ણ ઓ.એમ. આર્ટસ કોલેજ, મોડાસાને “બી” ગ્રેડ પ્રાપ્ત થયો - At This Time

શ્રી એસ. કે.શાહ & શ્રીકૃષ્ણ ઓ.એમ. આર્ટસ કોલેજ, મોડાસાને “બી” ગ્રેડ પ્રાપ્ત થયો


શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. કે.શાહ & શ્રીકૃષ્ણ ઓ.એમ. આર્ટસ કોલેજ, મોડાસા નેક ( સાયકલ-૨)માં અરજી કરેલ હતી. તા. ૧૯-૨૦-ડિસેમ્બર-૨૦૨૪ ના રોજ નેક પિયર ટીમના સભ્યશ્રીઓ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી તેમાં પ્રથમ દિવસે કોલેજના આચાર્યશ્રી, આઇક્યુએસી સમિતિ, વિવિધ વિભાગના અધ્યક્ષશ્રીઓ, વાલીમંડળ,ભૂતપૂર્વ વિધાર્થી મંડળ સાથે બેઠક કરી કેમ્પસની મુલાકાત લીધી હતી અને બીજા દિવસે વર્તમાન વિધાર્થીઓ અને શૈક્ષણિક અને વહિવટી સ્ટાફ સાથે બેઠક કરી દિવસના અંતે રિપોર્ટ આપ્યો હતો. એસ.એસ.આર અને સમિતિના રિપોર્ટના આધારે નેક દ્વારા સંસ્થાને “બી” ગ્રેડ મેળવેલ છે. “બી” ગ્રેડપ્રાપ્ત થતાં મંડળના પ્રમુખશ્રી નવિનચંદ્ર આર. મોદી, ઉપપ્રમુખશ્રી મહેંદ્રભાઇ વી શાહ તેમજ મંડળના હોદેદારશ્રીઓએ કોલેજના આચાર્યશ્રી, આઇક્યુએસી કો-ઓર્ડિનેટરશ્રી, અધ્યાપકો અને વહિવટી સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કોલેજના પ્રિ. ડી.એચ.જોષી એ આ ભગિરથ કાર્યમાં હેમ.ઉ.ગુ.યુનિ.ના પ્રતિનિધિ, આર્ટ્સ ફેકલ્ટી ડિન,ભગિની સંસ્થાના આચાર્યશ્રીઓ તથા સ્ટાફ, યુનિ.સંલગ્ન કોલેજના આચાર્યશ્રીઓ,ભૂતપૂર્વ વિધાર્થિઓ, વાલીઓ ,શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહી અમારી સંસ્થાને પ્રોત્સાહિત કરવા બદલ અને કોલેજને “બી” ગ્રેડ મેળવવા આઇક્યુએસી કો-ઓર્ડિનેટરશ્રી ડૉ. પી.આર.સિહ વહીવટિ સ્ટાફના ઓ.એસ.શ્રિ જયેશભાઇ બી પટેલ,તમામ ફેકલ્ટીના અધ્યક્ષશ્રીઓ તથા શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ જહેમત ઉઠાવી તે બદલ આભાર વ્યકત કરી બિરદાવ્યા હતા.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.