ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ ચોટીલામાં પણ ભક્તોની ભીડ, વહેલી સવારથી જ ચોટીલા મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા, - At This Time

ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ ચોટીલામાં પણ ભક્તોની ભીડ, વહેલી સવારથી જ ચોટીલા મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા,


વિષય= આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી
આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ નવરાત્રી માં માઈ ભક્તો માતાજી ની ભક્તિ કરે છે. તેમજ માતાજીની આરાધના કરે છે.અને આ નવરાત્રી માં ઉપવાસ, એકટાણા કે નકોરડા ઉપવાસ કરીને પણ લોકો આ નવરાત્રી રહે છે. માઈ ભક્તો ચાલીને મંદિરે આવે છે. સાથે ઘણા સંઘ પણ આ દિવસોમાં મંદિરે આવતા હોયછે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી નું અનેરૂ મહત્વ છે. ત્યારે સૌરાષ્ટ્ર નું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા જ્યાં ચામુંડા મંદિર આવેલું છે. જ્યાં માતાજી ના મંદિરે હજારો ની સંખ્યા માં ભક્તો અહીંયા આવે છે.ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે. અને માની ભક્તિ કરે છે સાથે દર્શન કરે છે ભકતો દ્વારા ચૂંદડી, શ્રીફળ, સાકર  પ્રસાદ પણ ધરાવે છે. અને આરતી  નો પણ લાભ લે છે.  આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે.  મંદિર તરફથી લોકો માટે જમવાની ચા પાણી ની  વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ નવરાત્રી માં આઠમ ના દિવસે હવન પણ થાય છે.

રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.