જસદણ પોલીસ સ્ટેશનમાં 8 વ્યાજધારકો સામે પોલીસ ફરિયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ms3f0cq3u1grkqxh/" left="-10"]

જસદણ પોલીસ સ્ટેશનમાં 8 વ્યાજધારકો સામે પોલીસ ફરિયાદ


જસદણ પોલીસ સ્ટેશનમાં 8 વ્યાજધારકો સામે પોલીસ ફરિયાદ

હિતેશભાઈ ગોપાલભાઈ ભલસોડ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જસદણ મેઇન બજાર ડી એસ વી કે હાઇસ્કુલ સામે ગોપી પાન કરી ને બીડી ઠંડા પીણા ની દુકાન ચલાવે છે અને પોતાની દુકાનમાં સામાન ખરીદવા માટે પૈસાની જરૂરીયાત પડતા નં (૧) હિતેશ મહેતાએ રૂ.૪,૦૦,૦૦૦/- 5 % વ્યાજે આપી તેના બદલામાં હિતેશભાઈ પાસે થી રૂ.૧૨,૦૦,૦૦૦/- વ્યાજ વસુલ કરી લઇ તથા હિતેશભાઈની સહી વાળા રકમ ભર્યા વગરના ચેક નંગ-૨ પડાવી લઇ તથા હિતેશભાઈ ભલસોડ ને વધુ પૈસા ની જરૂર પડતાં (૨) જીતુભાઈ અદા, ગીતાનગર એ હિતેશભાઈને રૂ.૨,૦૦,૦૦૦/- 5 % વ્યાજે આપી તેના બદલામાં હિતેશભાઈ પાસેથી રૂ.૧,૮૦,૦૦૦/- વ્યાજ વસુલ કરી લઇ તથા હિતેશભાઈ ભલસોડ ની સહી વાળા રકમ ભર્યા વગરના ચેક નંગ-૨ પડાવી લઇ તથા હિતેશ ભાઇ ને વધુ પૈસા ની જરૂર પડતાં (૩)ચોટીલા રોડ પર રહેતા નિતેશ મહેતાએ હિતેશભાઈ ને રૂ.૬૦,૦૦૦/- દરરોજ ના ૭૦૦/- લેખે વ્યાજે આપી તેના બદલામાં હિતેશભાઈ ભલસોડ પાસેથી રૂ. ૨,૫૦,૦૦૦/- વ્યાજ વસુલ કરી લઇ તથા વધુ પૈસા ની જરૂર પડતાં (૪) શિવરાજપુર ગામના મધુભાઈ કાનાણી એ હિતેશભાઈ ભલસોડ ને રૂ.૧,૦૦,૦૦૦/- 5 % વ્યાજે આપી તેના બદલામાં તેની પાસેથી રૂ. ૩૦,૦૦૦/- વ્યાજ વસુલ કરી લઇ તથા વધુ પૈસાની જરૂર પડતાં (૫) પ્રદીપ ભાઈ ગીડા એ હિતેશભાઈ ભલસોડ ને રૂ.૧૫,૦૦૦/- મહીને રૂ.૨૦૦૦/- લેખે વ્યાજે આપી તેના બદલામાં હિતેશભાઈ ભલસોડ પાસે થી રૂ.૧૨,૦૦૦/- વ્યાજ વસુલ કરી લઇ તથા હિતેશ ભાઈને વધુ પૈસા ની જરૂર પડતાં (૬) હિંમતભાઈ ધોબી એ હિતેશભાઈ ભલસોડ ને રૂ.૧,૫૦,૦૦૦/- દર પંદર દીવસે રૂ.૧૧૫૦૦/- લેખે વ્યાજે આપી તેના બદલામાં તેની પાસે થી રૂ.૧૩૮૦૦૦/- વ્યાજ વસુલ કરી લઇ તથા વધુ પૈસા ની જરૂર પડતાં (૭) ભાગેશ ભાઈ સદાદીયા એ હિતેશભાઈ ભલસોડને રૂ.૧૫૦,૦૦૦/- 5 % વ્યાજે આપી તેના બદલામાં હિતેશભાઈ પાસે થી રૂ. ૩૦,૦૦૦/- વ્યાજ વસુલ કરી લઇ હિતેશભાઈ ભલસોડ ની સહી વાળા રકમ ભર્યા વગરના ચેક નંગ-૨ પડાવી લઇ તથા વધુ પૈસા ની જરૂર પડતાં (૮) કુલદીપ ઉર્ફે દીપો લેલા ભરવાડ એ હિતેશભાઈ ભલસોડ ને રૂ.૪૦,૦૦૦/- દરરોજ ના રૂ.૭૦૦/- લેખે વ્યાજે આપી તેના બદલામાં હિતેશભાઈ ભલસોડ પાસે થી રૂ.૬૩૦૦૦/- વ્યાજ વસુલ કરી લઇ તથા આરોપી નં (૧) થી (૮) ના ઓ હિતેશભાઈ પાસે અવાનવાર વ્યાજની ઉઘરાણી કરી હિતેશભાઈ ભલસોડને ગાળો આપી તથા આરોપી નં (૧) એ હિતેશભાઈ ભલસોડ ને જાનથી મારી નાખવાની કોશીષ કરી, મોતનો ભય બતાવી વધુ પૈસા કઢાવવાની કોશીષ કરી તથા આરોપી નં (૧) તથા (૨) તથા (૭) એ હિતેશભાઈ ભલસોડની સહી વાળા રકમ ભર્યા વગરના બેંકના ચેક નંગ-૬ પડાવી લઇ ચેક માં મોટી રકમ નાખી ચેક રીટર્ન કરાવી ફરીયાદ કરવાની ધમકી આપી તથા હિતેશભાઈ ભલસોડ એ 21 લાખની દુકાન પર લોન અને 11 લાખની ગોલ્ડ લોન કરી તમામ આરોપી નં ૧ થી ૮ ના ને મુળ રકમ ચુકવી દીધેલ હોવા છતા વધુ વ્યાજ ની ઉઘરાણી કરતા ઇ.પી.કો ક.૩૮૪,૩૮૭,૫૦૪,૫૦૬(૨) તથા ગુજરાત નાણા ધીરધાર કરનાર અધીનીયમ-૨૦૧૧ ની ક.૫,૩૩,૪ ૦,૪૨ મુજબ ગુન્હા મુજબ 8 વ્યક્તિઓ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈ ભલસોડએ ફરિયાદ નોંધાવી હતી. આ તકે આગળની તપાસ જસદણ પોલીસે હાથ ધરી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]