ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા ચેતન સમાધિ ખડખડ વેલનાથ બાપાના મંદિરના નવ નિર્માણ માં રૂપિયા 15,00,000 લાખનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી - At This Time

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા ચેતન સમાધિ ખડખડ વેલનાથ બાપાના મંદિરના નવ નિર્માણ માં રૂપિયા 15,00,000 લાખનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી


પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા અમરેલી જીલ્લાના ખડખડ ધામ ચેતન સમાધિ વેલનાથ બાપાના મંદિરના નવ નિર્માણ માં રૂપિયા 15,00,000 લાખનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને સંતશ્રી વેલનાથ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા હાલ ચેતન સમાધિ ખડખડ ધામ સંતશ્રી વેલનાથ બાપાના મંદિર નું બાંધકામ શરૂ હોય જેને લઈને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા 15,00,000 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી હતી આ તકે ઉપસ્થિત અમરેલી જિલ્લા પ્રમુખશ્રી મથુરજી ઠાકોર,રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી હિતેશ જી ઠાકોર,સુરેન્દ્રનગર નગર જિલ્લા પ્રમુખ શ્રી રમેશજી ઠાકોર,મોરબી જિલ્લા પ્રમુખશ્રી ચતુરજી ઠાકોર,જામનગર જિલ્લા પ્રમુખ શ્રી જીતજી ઠાકોર, સાવરકુંડલા ઠાકોર સેના તાલુકા ઉપ પ્રમુખ લાલજી જીંજુવાડીયા તેમજ વિવિધ તાલુકાઓમાંથી પ્રમુખશ્રીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખડખડ ધામ સંતશ્રી વેલનાથ બાપાની જગ્યાના મહંતશ્રી ભાવનાથજી બાપુ તથા ખડખડ ધામ અને ગામ વતી તેમજ સમગ્ર ગુજરાતના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા અલ્પેશ ઠાકોરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image