જુનાગઢ લીલી પરિક્રમાનો શુભારંભ - At This Time

જુનાગઢ લીલી પરિક્રમાનો શુભારંભ


લીલી પરિક્રમાનો શુભારંભ ભાવીક ભક્તોએ કર્યો પરિક્રમાનો શુભારંભ

જુનાગઢ લીલી પરિક્રમા નો વિધિવત ગત મદય રાત્રીથી શુભારંભ થયો તંત્ર દ્વારા છુટ અપાતાં દોઢ લાખ જેટલા ભાવિકોએ એક દિવસ પહેલા પરિક્મા શરૂ કરીછે

જુનાગઢ ગરવા ગિરનારની 36 કી. મી. ની લીલી પરિક્રમા નો આજે રાત્રે બાર વાગ્યે જય ગીરનારીના નાંદ સાથે બંદુક ના અવાજથી મહાનુભાવો સાધુ સંતો વગેરે ની હાજરીમાં ભવનાથથી વિધીવત શુભારંભ થયોછે ચાર દિવસ સુધીની આ લિલી પરિક્મા આમ જોઈએ ગત રાત્રીથી શરૂ થઈછે પરંતુ અમુક ઉતાવળા ભાવિકો દર વર્ષે એકાદ બે દિવસ પહેલાં ભવનાથ તળેટીમાં આવી પહોંચ્યા હોય છે અને તેઓ વહેલી પરિક્મા શરૂ કરવા માટે પરિક્મા રૂટ પર આવી જાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભારે માત્રામાં આવેલા ભાવિકો નારાજ ન થાય અને પરિક્મામાં પણ ઓછી ભીડ થાય તેવા હેતુથી તેમને એક દિવસ વહેલા જવા દેવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે આ 36 કી. મી. ના રૂટની શરૂઆત ભવનાથથી થતી હોય છે અને ત્યાર બાદ રૂપાયતન અને ત્યારબાદ ઈંટવા માગૅ અને ત્યાંથી જીણાબાવાનીમઢી અને ત્યાંથી સરકડીયા હનુમાન સુધી ની કેડી અને ત્યારબાદ માલિડા પાટવડ કાંઠા થઈ ને સુરજ કુંડ અને માળવેલા ધોડીથી નળ પાણીની જગ્યાથી બોરદેવી અને બોરદેવીથી ભવનાથ સુધીની આમ છત્રીસ કી. મી. આ યાત્રા નો રૂટ હોય છે અને તેમાં શ્રધ્ધાળુઓને માત્ર ખાવા પીવાના સામાન અને ઓઢવા પહેરવાના કપડાં સિવાયની કોઈ વસ્તુ લઈ જવામાં દેવામાં આવતી નથી અને આ રૂટ પર અનેક જગ્યાએ શાક ભાજીથી લઈને અનેક ખાવા પીવાની વસ્તુઓ માટે ના સ્ટોલો તથા ઠેક ઠેકાણે સેવાભાવી સંસ્થાઓના રસોડાઓ શ્રધ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે ત્યાં લાખો ભાવિકો માટે ની રસોય બનાવવામાં આવે છે તો બીજી તરફ યાત્રામાં આવતાં લાખો યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે થઈ વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને જ્યાં બાર થી પંદર જેટલા ભાવિકો પરિક્મા કરતાં હોય છે ત્યારે તેમની સલામતી માટે કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે આમ વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આ વખતે પરિક્માની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવું શ્રધ્ધાળુઓ જણાવી રહ્યાછે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon