ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવી છે? કહીં રૂ।. 2.95 લાખની છેતરપીંડી - At This Time

ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવી છે? કહીં રૂ।. 2.95 લાખની છેતરપીંડી


ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવી છે? તેમ કહીં કહીં રૂ।.95 લાખની છેતરપીંડી થતા મોબાઈલ એસેસરીઝ વેચવાનું કામ કરતા રૂડા સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતા પ્રશાંત ચોક્સીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં પ્રશાંત અરુણકુમાર ચોક્સી (ઉ.વ.45, રહે. રૂડા સરકારી કર્મચારી સોસાયટી શેરી નં.2, રૈયા રોડ, 150 ફૂટ રીગ રોડ, રાજકોટ)એ ફરીયાદમાં જણાવ્યું કે, હું હાલ મારા ઘરે જ મોબાઈલ એસેસરીઝ વેચવાનું કામ કરું છું.
હું ઇન્ડુસન્ડ બેંકનું ક્રેડીટ કાર્ડ ધરાવું છું. ગઈ તા.6/8/2024 ના સાંજે 5 વાગ્યાના અરસામાં મારા મોબાઈલ ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવેલ. અને સામે છેડેથી બોલનાર વ્યક્તિએ પોતાનું નામ રાજીવસિંગ કહ્યું હતું અને પોતે ઇન્ડુસન્ડ બેંકના કર્મચારી હોવાનું જણાવેલ હતું. તેણે કહ્યું કે, આપનો સિબિલ સ્કોર સારો છે.
માટે આપના ક્રેડીટકાર્ડની લિમિટ વધારી આપશુ. મને ચાલુ ફોન દ્વારા ગાઈડ કરેલ અને અમુક સ્ટેપ ફોલો કરવાનું કહેલ. જેથી અમોએ તેના દ્વારા કહેવામા આવેલ તે પ્રમાણે ગુગલ ક્રોમ બ્રાઉજરમાં તેણે કહેલ વેબસાઈટ ઓપન કરેલ.
જેમા ક્રેડીટ કાર્ડ નંબર નંબર, એક્સ્પાયરી ડેટ, સિવીવી નંબર, નામ તમામ ડિટેલ્સ ભરેલ. ત્યારબાદ થોડીવારમાં મારા ક્રેડીટકાર્ડમાંથી પૈસા ઉપડેલ. જે અલગ અલગ ટ્રાન્જેક્શન જોતા રૂ.3,15,792 ઉપડી ગયેલ. જેથી મેં જે નંબર પરથી ફોન આવેલ તેમાં ફોન કરતા તે ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.
બેંકે જઈ રૂબરૂ તપાસ કરેલ અને જ્યાથી મને જણાવેલ આ ફ્રોડ થયેલ છે. મેં સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર- 1930 પર ફોન કરી આ અરજી કરેલ હતી. પછી રાજકોટ શહે2 સાયબર કાઈમ પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાવી છે. જે ખાતાઓમાં પૈસા ગયા હતા તે પૈકી એક એકાઉન્ટ ધારકે મને રૂપિયા 20 હજાર પરત કર્યાં હતા. જેથી રૂ.2,95,392ની ઓનલાઇન છેતરપીંડી થયાની એફઆઈઆર નોંધાઈ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.