આજે ધંધુકા તાલુકામાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી થશે લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ - At This Time

આજે ધંધુકા તાલુકામાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી થશે લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ


આજે ધંધુકા તાલુકામાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી થશે : લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ

સંવત ૨૦૮૦ની વિદાય સાથે આજથી વિક્રમ સંવત ૨૦૮૧ની શરૂઆત

ચાલુ વર્ષે સારા વરસાદ પછી તેની સીધી અસર દિવાળી પર્વ દરમિયાન બજારો ઉપર જોવા મળી છે. શુક્રવારે પડતર દિવસ છે અને ધંધુકા તાલુકાની પ્રજા આજે સોસાયટી, મહોલ્લા અને ગામમાં એકબીજાને નવા વર્ષની શુભકામના આપતી જોવા મળશે... શહેરોની બજારોમાં નૂતન વર્ષને ધ્યાને લઈ રેડીમેઈડ કપડા, ફૂટવેર, કટલેરી, જવેલર્સ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમો તેમજ ઘર સઝાવટની આઈટમોના વેપારીઓને ત્યાં ખરીદી માટે ગ્રાહકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આટલું જ નહી દિવાળી બાદ પડતર દિવસે પણ લોકોએ મનમુકીને નવા વર્ષને વધાવવા માટે ધુમ ખરીદી કરી હતી, ભાલ પંથકમાં આજે વડીલોનાં આશિર્વાદ મિત્રોને શુભકામના પાઠવવાની પરંપરા અકબંધ છે. ૨૧મી સદીમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી 1 રહ્યો છે ત્યારે હ ઝાલાવાડવાસીઓ ફેસબુક, વોટસએપ, ટેક્ષ મેસેજ દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.
મોબાઈલનો યુગ આવતાં એકબીજાને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવવાના રિવાઝમાં ઘટાડો આવી રહ્યો છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.