ગીરસોમનાથ જીલ્લામાં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી S.O.G./L.C.B. તથા પ્રભાસ પાટણ પોલીસ - At This Time

ગીરસોમનાથ જીલ્લામાં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી S.O.G./L.C.B. તથા પ્રભાસ પાટણ પોલીસ


ગીરસોમનાથ જીલ્લામાં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી S.O.G./L.C.B. તથા પ્રભાસ પાટણ પોલીસ

જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી, મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓ તરફથી યુવાધનને નાર્કોટીકસના રવાડે ચઢતા અટકાવવા અને માદક પદાર્થ ડ્રગ્સની બદી સદંતર નાબુદ કરવા માટે એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવા આપેલ સુચના મુજબ,

ગીર સોમનાથ S.O.G. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.બી.જાડેજા સા. તથા L.C.B. પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એસ.ચાવડા સા. તથા પ્રભાસ પાટણ પો.ઇન્સ.શ્રી એસ.પી.ગોહીલ સા. તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર કેફી માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય અને તા.૦૬-૦૭/૧૨/૨૦૨૨ ના રોજ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન એસ.ઓ.જી. એ.એસ.આઇ. નરવણસિહ ગોહીલ તથા ગોવિંદભાઇ વંશને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમી હકિકત મુજબ વેરાવળ જુનાગઢ હાઇવે મહાકાળી હોટલ પાસે હાઇવે રોડ ઉપર થી (૧) સબીર ઇકબાલ જમાદાર, પટણી, ઉવ.૪૦ રહે.અજમેરી સોસાયટી, વેરાવળ (ર) ઉબેદ ઇરફાન સોરઠીયા, મેમણ, ઉવ.૨૬, રહે.સંજરી પાર્ક, બજાજ કોલોની, અક્ષા મસ્જીદની બાજુમાં, વેરાવળ વાળાઓ એકટીવા બાઇક લઇ આવતા તેઓને ઝડપી લઇ ચેક કરતા તેઓના કબ્જામાંથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ એમ.ડી. જથ્થો ૫૭.૩૫૦ ગ્રામ, કીંમત રૂપીયા ૫,૭૩,૫૦૦/- તથા ઇલેકટ્રોનીક વજન કાટો વિગેરે મુદામાલ કુલ કી.રૂ. ૬,૧૪,૦૦૦/- ના મુદામાલ મળી આવતા અને આ મુદામાલ અબુબકર અમીર હુસેનશા રહે. મુંબઇ ડુંગરી વાળા પાસેથી લાવી હેરાફેરી કરતા હોય તેઓ વિરૂધ્ધ ૭.૦.G. ઇન્ચાર્જ પો.ઇ.શ્રી એ.બી.જાડેજા સા.એ ફરીયાદ રીપોર્ટ આપી પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજી. કરાવી આગળની તપાસ પ્ર પાટણ પો.સ્ટે.માં સોપી આપેલ છે.

આમ ઉપરોક્ત માદકપદાર્થ ચરસના કેસની કામગીરીમાં S.O.G. ઇન્ચાર્જ પો.ઇ.શ્રી એ.બી.જાડેજા સા. તથા L.C.B.પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એસ.ચાવડા સા. તથા પ્ર.પાટણ પો.ઇન્સ.શ્રી એસ.પી.ગોહીલ સા. તથા એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. લખમણભાઇ ડી. મેતા તથા કેતનભાઇ પી. જાદવ તથા ઇબ્રાહીમશા બી. બાનવા તથા નરવણસિહ ગોહીલ તથા ગોવિંદભાઇ વંશ તથા વિજયભાઇ બોરખતરીયા તથા નારણભાઇ ચાવડા તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા એસ.ઓ.જી. શાખાના પો.હેડ કોન્સ. સુભાષભાઇ ચાવડા તથા કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્સ. મેહુલસિંહ પરમાર તથા ડ્રા.પો.કોન્સ. અમુભાઇ શીયાળ તથા પ્ર.પાટણ પો.સ્ટે.ના ડ્રા.પો.કોન્સ, સંજયસિંહ કાગડા તથા સાયબરસેલ પો.કોન્સ. રાહુલભાઇ નકુમ તથા વુમન પો.હેડ કોન્સ. અસ્મિતાબેન ચાવડા તથા ડ્રા.એ.એસ.આઇ.ભુપતગીરી મેઘનાથી એ રીતેના આ કામગીરીમાં મદદમાં રહેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon