“ઊના ગીરગઢડા રોડપર બે ટુવહીલ વચ્ચેઅકસ્માત…બે યુવાનોના કરુણ મોત અન્ય ત્રણ ઇજાગ્રસ્તો ને સારવાર હેઠળ ખસેડાયા”.(જીતેન્દ્ર ઠાકર ઊના)
ઉના ખાપટ રોડ પર બે ટ્રુ વ્હીલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો.
બે યુવાનોના કરુણ મોત ત્રણ ઇજા ગ્રસ્ત સારવાર હેઠળ ખસેડાયા.
(જીતેન્દ્ર ઠાકર ઊના)
ઉના ખાપટ રોડ પર બે બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં
બન્ને બાઈક મળી કુલ 5 લોકો સવાર હતા. જેમાં બે યુવકોના મોત નીપજ્યા છે. જેમાં ત્રણ યુવકોને ગંભીર ઇજા પહોંચતા ઉના હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઉના ગીર ગઢડા રોડ પર ખાપટ ગામ નજીક રાજ જીનિંગ નજીક વળાંકમાં માં બે ટુ વ્હીલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને બાઇક ચાલકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જેમાં ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામના ભરતભાઈ ઓખડભાઈ જેઠવાનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ તેમજ સાથે બેસેલા બાબુભાઈ લાખાભાઈ બારૈયાને ગંભીર ઇજા તેમજ વડવિયાળા ગામના રાકેશ બાબુભાઈ સાખટનું પણ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ તેમની સાથે કેતન નાથાભાઈ સાખટ અને હરેશ ડાયાભાઈ જાદવને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડેલ છે. આ ગંભીર અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત થયાં હોવાનું જાણવા મળેલ છે. જોકે આ ગંભીર અકસ્માત સર્જાતા રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયેલ અને તાત્કાલિક 5 ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઇમરજન્સી 108 મારફતે ઉના હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે 2 મૃત જાહેર કરેલ હોય તેમજ ત્રણની સારવાર અર્થે ખસેડવામાં આવેલછે. આ ઘટના બનતા પોલીસ પણ સ્થળ પર પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
