13 બુટલગરે મળી બનાવેલો દારુ, જેમાં એકે ખુદ મોતને ભેટ્યો - At This Time

13 બુટલગરે મળી બનાવેલો દારુ, જેમાં એકે ખુદ મોતને ભેટ્યો


બરવાળા લઠ્ઠાકાંડ મામલે મોટાભાગના આરોપીઓ ઝડપાઈ ગયા છે. ઈરાદા પૂર્વક ફેક્ટરીમાંથી લાવેલા કેમિકલમાંથી દારુ બનાવ્યો હતો. જેમાં મહિલા બુટલેગર સહીત 13થી 14 નામો સામે ફરીયાદ દાખલ કરી 302, 328 અને 120ની કલમો દાખલ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ તેમજ અધિકારીઓ એક પછી એક કડી શોધી રહ્યા છે. તપાસનો ધમધાટ વધારી દેવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ દારુના અડ્ડાઓ ચાલી રહ્યા હતા જેથી આ મામલે પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 28ના મોત સામે આવ્યા છે. બેના પણ મોત થયા છે પરંતુ આ બેના મોત શંકાસ્પદ હોવાથી પીએમ માટે રીપોર્ટ મોકલવામાં આવતા જ ખ્યાલ આવશે કે તેમના મોત આ ઝેરી કેમકલ ભેળવીને પીવાથી થયા છે કે કેમ. જો કે અત્યારે બરવાડા, અમદાવાદ રુરુલ, રાણપુરામાં ગુનાઓ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.  રેન્જ આઈજી, એસપી બોટાદ, એસપી અમદાવાદ રુરુલ, રેન્જ આઈજી રુરલ, દિપેન ભદ્રન એટીએસની ટીમ જોડાયેલી છે.

આ આરોપીઓના નામ આવ્યા સામે
રાજુ, અજિત કુમારખાણીયા, ભવાન રામુ, ચમન રસિક, જટુભા લાલુભા, વિજય ઉર્ફે લાલો પઢીયાર, ભવાન નારાયણ, સન્ની રતિલાલ, નસીબ છના, ગજુ બહેન વડદરિયા, પિન્ટુ દેવીપૂજક, વિનોદ ઉર્ફે ફંટો કુમારખાણીયા, સંજય કુમારખાણીયા, હરેશ આંબલિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon