જેતપુરમાં ભાજપ સામે લડાવવાનો ખેલ ખુલ્લો પડી જતા રાજકીય ખળભળાટ
જેતપુરમાં ભાજપ સામે લડાવવાનો ખેલ ખુલ્લો પડી જતા રાજકીય ખળભળાટ
રાજકોટના મતદારને જેતપુરમાં ભાજપ સામે લડાવવાનો ખેલ ખુલ્લો પડી જતા રાજકીય ખળભળાટ
ભાજપ વિરોધી ઉમેદવારને ફંડ અને સાહિત્ય આપવા ગયેલા રાજકોટ ભાજપના કોર્પોરેટરે વટાણા વેરી નાખ્યા
ભાજપ સમર્થક ગણાતી મોટી જ્ઞાતિના મત રાદડિયાને મળે નહીં તે માટે ઠેક રાજકોટથી ઉમેદવાર મોકલવામાં ઘરના જ ઘાતકી નીકળ્યા
ધારાસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપમાં અનેક પ્રકાશના 'રંગ' જોવા મળ્યા છે. 'ઘર ફૂટયે ઘર જાય' તે કહેવત મુજબ ભાજપના જ અમુક નેતાઓને ઉતરતા નેતાઓને ઉગતા જ ડામી દેવા જબરી શકુની નિતિ અપનાવી હોવાનું બહાર આવી રહ્યું છે. અમુક બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોને પાડી દેવા છ-છ માસ પહેલા 'ગાળીયા' તૈયાર કરી લેવાયા હતા. આવુ જ કંઇક જેતપુર-જામકંડોરણાની બેઠક ઉપર થયાની ભાજપમાં જ કાન ફાડીનાખે તેવી ચર્ચા ઉઠી છે. ભાજપના આંતરિક-સુત્રોમાં થઇ રહેલી ચર્ચા મુજબ જેતપુર-જામકંડોરણાના ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાને હરાવવા માટે શહેર અને જિલ્લા ભાજપ એમ બન્ને તરફ રમતા એક નેતાના જૂથે રાજકોટથી એક
ઉમેદવારને 'સાયકલ' લઇને જેતપુર ચૂંટણી લડવા મોકલ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.