ચોમાસું 3-4 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ પહોંચશે:આસામમાં પૂરને કારણે 26 લોકોનાં મોત, દોઢ લાખથી વધુ લોકો પ્રભાવિત; 11 રાજ્યોમાં હીટવેવ એલર્ટ - At This Time

ચોમાસું 3-4 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ પહોંચશે:આસામમાં પૂરને કારણે 26 લોકોનાં મોત, દોઢ લાખથી વધુ લોકો પ્રભાવિત; 11 રાજ્યોમાં હીટવેવ એલર્ટ


દેશના અડધાથી વધુ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક સ્થળોએ પ્રિ-મોન્સૂન વરસાદ છે. હજુ પણ કેટલાક સ્થળોએ હીટવેવની સ્થિતિ યથાવત છે. હવામાન વિભાગ (IMD) એ આગામી 3-4 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો ઉપરાંત ઉત્તર-પૂર્વના રાજ્યો સિક્કિમ, અરુણાચલ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આસામમાં પૂરના કારણે 15 જિલ્લાઓમાં 1.61 લાખ લોકો પ્રભાવિત થયા છે. 26 લોકોનાં મોત થયા છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રાણીઓ પર નજર રાખવા માટે કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. IMD એ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને જમ્મુ વિભાગના કેટલાક વિસ્તારોમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. યુપીનું ઔરાઈ 18 જૂને સૌથી ગરમ હતું
અડધો જૂન વીતી ગયો છે, પરંતુ ઉત્તર ભારત હજુ પણ આકરી ગરમીની ઝપેટમાં છે. મંગળવાર, 18 જૂને ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં 10 સ્થળોએ તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું હતું. ઉત્તર પ્રદેશના ઔરાઈમાં તાપમાન 46.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ દેશમાં સૌથી વધુ તાપમાન હતું. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 46.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તે જ સમયે, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. NH-415 પર કારસિંગસા પાસે એક પુલ ધોવાઈ ગયો હતો. IMD એ આગામી કેટલાક દિવસો સુધી ઇટાનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. સામાન્ય લોકોનું જીવન કેટલું પ્રભાવિત? આસામમાં ઉદ્યાનોની સુરક્ષા માટે વિશેષ કમાન્ડો: આસામમાં પૂરની સ્થિતિ જોખમી બની છે. અહીં 15 જિલ્લાઓમાં 1.62 લાખ લોકો અને લગભગ 1 લાખ પશુઓ પ્રભાવિત છે. સીએમ હિમંતા બિસ્વા સરમાએ કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રાણીઓની દેખરેખ માટે અધિકારીઓની બેઠક લીધી. કાઝીરંગામાં 3 નવા બટાલિયન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. 600 વનકર્મીઓની નવી ભરતી થશે. છત્તીસગઢમાં ઉનાળાની રજાઓ વધી: છત્તીસગઢમાં ભારે ગરમી છે. રવિવાર, 16 જૂનના રોજ, રાયપુર અને રાજનાંદગાંવનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે ઉનાળુ વેકેશન 25 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. અગાઉ રાજ્ય સરકારે 22 એપ્રિલથી 15 જૂન સુધી ઉનાળાની રજાઓ જાહેર કરી હતી. કલેક્ટર ઓડિશામાં રજાઓ પર નિર્ણય લેશે: ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું છે કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, કલેક્ટર શાળાઓ ક્યારે ખોલશે તે અંગે નિર્ણય લેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 જૂન સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં હવામાન ખૂબ ગરમ અને ભેજવાળું રહેશે. દિલ્હીમાં વીજળીની માગ વધી: રાજધાની દિલ્હીમાં ગરમીના કારણે વીજળીની માગ રેકોર્ડ 8,647 મેગાવોટ પર પહોંચી ગઈ છે. આગામી બે-ત્રણ દિવસમાં અહીં વરસાદની આગાહી છે. આ પછી ગરમીથી રાહત મળશે. હવામાનની તસવીરો... ચોમાસું પહેલા ગુજરાતમાં પહોંચ્યું, પછી આગળ વધ્યું નહીં
સામાન્ય રીતે ગુજરાતમાં 15મીથી 20મી જૂનની વચ્ચે ચોમાસુ આવે છે, પરંતુ આ વખતે નવસારીમાં 11મી જૂને જ ગુજરાતમાં ચોમાસું વરસ્યું હતું. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે સાઉથ-વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે ચોમાસું વધુ આગળ વધી શક્યું નથી. તે 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત અન્ય ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગળ વધે છે. 25 જૂન સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લે છે. 30મી જૂન સુધી સમગ્ર ગુજરાતને આવરી લે છે. IDM અનુસાર, આગામી 3 દિવસમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડું આવી શકે છે. 19 જૂને વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. ભવિષ્યમાં હવામાન કેવું રહેશે?
ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ત્રણ દિવસ (19 થી 21 જૂન સુધી) ભારે વરસાદ પડી શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 5 દિવસ સુધી 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેમજ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવું વાતાવરણ આગામી 5 દિવસ સુધી રહી શકે છે. ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેના કારણે મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.