સાબરકાંઠા તથા રાજસ્થાનના ખેરવાડા તાલુકામાં બાઇક ચોરીને અંજામ આપતા ઇસમોને પકડી કુલ ૨,૦૫,૦૦૦ / – નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ
સાબરકાંઠા તથા રાજસ્થાનના ખેરવાડા તાલુકામાં બાઇક ચોરીને અંજામ આપતા ઇસમોને પકડી કુલ ૨,૦૫,૦૦૦ / - નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ નાઓએ મિલ્કત સબંધિ ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ . એલ.સી.બી. શ્રી એમ.ડી.ચંપાવત નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા , તથા પો.સ.ઇ. શ્રી એન.આર.ઉમટ તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા હે.કો. સનતકુમાર , કલ્પેશભાઇ તથા પો.કો. અમરતભાઇ , પ્રહર્ષકુમાર , વિજયભાઇ , પ્રકાશભાઇ , અનિરૂધ્ધસિંહ , મિતરાજસિંહ , રાજેશભાઇ , જશુભાઇ , કાળાજી , રમતુજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ . આજરોજ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે , “ રાજસ્થાનની મોટર સાયકલ ચોરીઓ કરતી ગેંગનો મુખ્ય સુત્રધાર અનિલકુમાર ફુલાજી મનાત તથા તેનો ભાઇ આશિષકુમાર ફુલાજી મનાત બન્ને રહે . ફુટાલા , કરાવાડા ફળીયું , પહાડા પોલીસ સ્ટેશન , તા.ખેરવાડા , જી.ઉદેપુર ( રાજસ્થાન ) વાળાઓ નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઇ નિકળેલ છે અને ઇડરથી હિંમતનગર તરફ આવી રહેલ છે . ” જે બાતમી આધારે હિંમતનગર ઇડર રોડ ઉપર વકતાપુરની સીમમાં સાંઇ બાબા મંદીર નજીક ઉપરોક્ત બાતમી વાળા ઇસમોની વોચમાં હતાં દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની નંબર વગરની મોટર સાયકલ લઇને બે ઇસમો ઇડર તરફથી આવતાં તેઓને રોકી સદર ઇસમનુ નામ અનિલકુમાર સ / ઓ ફુલાજી ભુરાલાલ જાતે.મનાત , ઉ.વ .૨૦ , ધંધો . મજૂરી , રહે . ફુટાલા , કરાવાડા ફળીયું , પહાડા પોલીસ સ્ટેશન , તા.ખેરવાડા , જી.ઉદેપુર ( રાજસ્થાન ) તથા બીજા ઇસમનું નામ આશિષકુમાર સ / ઓ કુલાજી ભુરાલાલ જાતે.મનાત , ઉ.વ .૧૮ , ધંધો . મજૂરી , રહે . ફુટાલા , કરાવાડા ફળીયું , પહાડા પોલીસ સ્ટેશન , તા.ખેરવાડા , જી.ઉદેપુર ( રાજસ્થાન ) નો હોવાનું જણાવેલ સદર ઇસમો પાસેથી મળી આવેલ મોટર સાયકલના આર.ટી.ઓ. પાર્કિંગ તથા માલિકી અંગેના આધાર પુરાવા માંગતાં તે નહીં હોવાનું જણાવતાં સદર મોટર સાયકલ બાબતે પુછતાં સંતોષકારક હકીકત જણાવતા ન હોઇ સદર મોટર સાયકલના ચેસિસ નં . MCDKG1B14G 2005076 તથા એંજીન નં . VNEGC021067 આધારે ઉપલ્બધ સોફ્ટવેર તથા મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તથા પોકેટ કોપની મદદથી તપાસ કરતાં સદર મોટર સાયકલ હિંમતનગર ગ્રામ્ય એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૭૨૧૧૩૮૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના કામના ચોરીમાં ગયેલ મહિન્દ્રા સેન્ટરો મોટર સાયકલ હોવાનું જણાઈ આવતાં સદર મોટર સાયકલની કિ.રૂ .૨૫,૦૦૦ / - ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરી વધુ પૂછપરછ કરતાં નીચે મુજબના મોટર સાયકલ ચોરીના ગુન્હાની કબૂલાત કરતાં સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ( એ ) મુજબ તા .૨૯ / ૦૮ / ૨૦૨૨ ના રોજ અટક કરી હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે . સોંપેલ છે .
અહેવાલ ભુરા આબીદઅલી
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.