PM મોદીનો 3 કલાકનો ઇન્ટરવ્યૂ:ગુજરાત રમખાણો વિશે કરી વાત, ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી કોણ વધુ સારી? તેના પર આપ્યો જવાબ
રવિવારે લેક્સ ફ્રિડમેન સાથેના 3 કલાકના ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારી તાકાત મારા નામે નહીં પરંતુ 1.4 અબજ ભારતીયો અને દેશની સંસ્કૃતિ અને વારસાના સમર્થનમાં છે. જ્યારે હું વિશ્વ નેતાઓ સાથે હાથ મિલાવું છું, ત્યારે મોદી નહીં પણ 1.4 અબજ ભારતીયો હાથ મિલાવે છે. જ્યારે પણ અમે શાંતિ વિશે વાત કરીએ છીએ, ત્યારે દુનિયા સાંભળે છે, કારણ કે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે. મેં મારા શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને એક નવો અધ્યાય શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ શાંતિના દરેક પ્રયાસનો સામનો દુશ્મનાવટ અને વિશ્વાસઘાત સાથે થયો. પાકિસ્તાનના લોકો શાંતિ ઇચ્છે છે. અમને આશા છે કે પાકિસ્તાન એક દિવસ ભાનમાં આવશે અને શાંતિનો માર્ગ અપનાવશે. પોતાની ટીકાના પ્રશ્ન પર, વડાપ્રધાન મોદીએ કહ્યું- હું કોઈપણ પ્રકારની ટીકાનું સ્વાગત કરું છું. હું દ્રઢપણે માનું છું કે આ લોકશાહીનો આત્મા છે. સંપૂર્ણ ઇન્ટરવ્યૂ વાંચવા માટે બ્લોગ પર જાઓ...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
