અમદવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીઓને ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી ૫ ગુના ડિટેક્ટ કર્યા.

અમદવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીઓને ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી ૫ ગુના ડિટેક્ટ કર્યા.


અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઇ શ્રી બી.આર ભાટી તથા હે.કો ધર્મેન્દ્ર કુમાર મંગાભાઇ તથા પો.કો નરેશભાઇ લક્ષ્મણભાઇ દ્વારા ઘરફોડ ચોરી કરતાં આરોપી,

(૧) મુસ્તુફા ઉર્ફે સુંદર સ/ઓ હમીદભાઇ શેખ ઉ.વ.૨૬ રહે, ચંડોળા તળાવના છાપરા દાણીલીમડા અમદાવાદ શહેર,

(૨) શાહબાઝ દિલાવરખાન બલોચ રહે, નવાબનગર ના છાપરા ચંડોળા તળાવ ઇસનપુર અમદાવાદ જમાલપુર દરવાજા પાસેથી ઝડપી લીધેલ છે,

આરોપી પાસેથી બજાજ સર મોટર સાયકલ નંબર જીજે-૨૭-ડીએન-૬૦૯૩ સાથે મોટર સાયકલ ની સીટ નીચેથી ઘરફોડ કરવાના લોખંડ ના ખાતરીયા નંગ-૩ તથા મળી આવેલ છે તેમજ ઉપરોકત બંને આરોપીઓ પાસેથી નીચે મુજબના સોના ચાંદીના દાગીના મળી આવેલ છે,

કબ્જે કરેલ મુદ્દામાલ :-

(૧) સોનાની ધાતુની લેડીઝ કાનની શેરો એક જોડી
(૨) સોનાની ધાતુની લેડીઝ વિંટી નંગ-૦૨
(૩) સોનાની ધાતુની ચેઇન નંગ-૧
(૪) સોનાની ધાતુની લેડીઝ નાકમા પહેરવાની ચુની નંગ-૦૧
(૫)ચાંદીના ધાતુના પાયલ (છડા) એક જોડ
(૬) સોનાની ધાતુના લેડીઝ કાનના બુટીયા એક જોડી
(૭) સોનાની ધાતુ ના ચીપ વાળા પ્લાસ્ટીકના પાટલા નંગ-૦૨ તેમજ અલગ અલગ સોનીને ત્યાં ગીરવે મુકેલ દાગીના
(૮) સોનાની બંગડી નંગ-૨
(૯) સોનાની ચેઇન નંગ-૧
(૧૦) સોનાની વીંટી નંગ-૩
(૧૧) સોનાનું પેડલ નંગ-૧
(૧૨) સોનાની ચેઇન નંગ-૧
(૧૩) સોનાની કડીઓ નંગ-૨
(૧૪) સોનાનું મંગળસુત્ર નંગ-૧
(૧૫) ચાંદીના સાંકળા જોડી નંગ-૩
જે ઉપરોકત તમામ સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ.૮,૪૫,૪૫૦/ નો મુદ્દામાલ
તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે,

શોધાયેલ ગુન્હા :-

(૧) શહેર કોટડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૧૨૩૦૦૩૪/૨૦૨૩ ઇપીકો કલમ- ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

(૨) શહેર કોટડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૧૨૩૦૦૩૫/૨૦૨૩ ઇપીકો કલમ- ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

(૩) શહેર કોટડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૧૯૧૦૪૧૨૨૧૪૦૮/૨૦૨૨ ઇપીકો કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

(૪) નિકોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૫૨૩૦૦૨૩/૨૦૨૩ ઇપીકો કલમ-૪૫૭, ૩૮૦ મુજબ

(૫) ઇસનપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૧૦૨૨૨૨૧૧૩૬/૨૦૨૨ ઇપીકો કલમ-૪૫૪,૪૫૭, ૩૮૦ મુજબ.

આરોપીઓ તેમજ નહિ પકડાયેલ આરોપી સાથે મળી અમદાવાદ શહેરમા અલગ અલગ વિસ્તારોમા દિવસ દરમ્યાન રેકી કરી બંધ મકાન હોય તેને ટાર્ગેટ કરી જે મકાનોમા રાતના સમયે તેમની પાસે રહેલ લોખંડના ખાતરીયાથી બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશી તીજોરીના લોક તોડી ઘરફોડ ચોરી કરતા હતાં, ઘરફોડ ચોરી દરમ્યાન જે કોઇ મુદ્દામાલ મળી આવે તે મુદામાલ પૈકી કેટલાક દાગીના સોની ને ત્યા ગીરવે મૂકી સોનીની પાસેથી પૈસા મેળવી લેતા હોવાની કબૂલાત કરે છે,

આરોપીઓનો ગુન્હાહિત ઇતીહાસ :-

આરોપી મુસ્તુફા ઉર્ફે સુંદર સન/ઓફ હમીદભાઇ શેખનો અગાઉ અમદાવાદ શહેરમાં દાણીલીમડા, નારોલ અને વાસણાં પોલીસ સ્ટેશનમાં મળી કુલ-૬ જેટલી ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે તેમજ સને ૨૦૨૨ માં ભરૂચ જેલમાં પાસા અટકાયતી તરીકે રહેલ છે આ આરોપી ક્રુષ્ણનગર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૩૨૨૦૨૬૮/૨૦૨૨ ઇપીકો કલમ-૪૫૪,૪૫૭, ૩૮૦ મુજબના ગુન્હામાં વોન્ટેડ હોય જે બાબતે આરોપીને ક્રુષ્ણનગર પોલીસ સ્ટેશનના ગુન્હામાં વધુ તપાસ અર્થે સોંપવામાં આવશે,

આરોપી શાહબાઝ સન/ઓફ દીલાવરખાન બલોચ અગાઉ અમદાવાદ શહેરના વાસણાં, નારોલ, દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કુલ-૮ જેટલી ઘરફોડ ચોરીના ગુન્હામા પકડાયેલ છે તેમજ સને ૨૦૧૭માં સુરત જેલમાં પાસા અટકાયતી તરીકે રહેલ છે તેમજ સને ૨૦૧૯ માં ભૂજ જેલમાં પાસા અટકાયતી તરીકે રહેલ છે સને ૨૦૨૨માં ભુજ જેલમાં પાસા અટકાયતી તરીકે રહેલ છે એમ કુલ-૩ વખત પાસા થયેલ છે,

ઉપરોકત બન્ને આરોપીઓને ઉપરોકત ગુન્હાની વધુ તપાસ માટે શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે,

ગુન્હા ડીટેકટ કરનાર ટીમ :-

પો.ઇન્સ શ્રી એસ.જે જાડેજા,
પો.સ.ઇ.શ્રી બી.આર.ભાટી,
પો.સ.ઇ.શ્રી જે.આર.બલાત,
ASI જગદીશભાઇ અળવેશ્વરભાઇ,
ASI ભગવાનભાઈ મસાભાઇ,
ASI કિરિટસિંહ હરિસિંહ,
ASI રાજેશકુમાર દામોદરપ્રસાદ,
H.C.મહિપાલ સુરેશભાઇ,
H.C.પ્રદિપસિંહ મહિપાલસિંહ,
H.C.ધર્મેન્દ્રકુમાર મંગાભાઇ,
H.C.હિતેશભાઇ જગજીવનભાઇ
H.C.હરિશકુમાર રમણલાલ,
P.C.નરેશકુમાર લક્ષ્મણભાઇ,
P.C કૌશીકકુમાર કાંતિભાઇ
P.C પ્રદિપકુમાર હેમજીભાઇ

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »