માનસ સદભાવના વૈશ્વિક રામ કથા પૂર્વે ૨૦ મી એ યોજાશે “માનસ સદભાવના ઇકો ફ્રેન્ડલી યજ્ઞ“ ૧૦૮ કુંડ યજ્ઞમાં પર્યાવરણને નુકસાન થાય તેવી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ નહિ કરાય - At This Time

માનસ સદભાવના વૈશ્વિક રામ કથા પૂર્વે ૨૦ મી એ યોજાશે “માનસ સદભાવના ઇકો ફ્રેન્ડલી યજ્ઞ“ ૧૦૮ કુંડ યજ્ઞમાં પર્યાવરણને નુકસાન થાય તેવી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ નહિ કરાય


માનસ સદભાવના વૈશ્વિક રામ કથા પૂર્વે ૨૦ મી એ યોજાશે “માનસ સદભાવના ઇકો ફ્રેન્ડલી યજ્ઞ“

૧૦૮ કુંડ યજ્ઞમાં પર્યાવરણને નુકસાન થાય તેવી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ નહિ કરાય

શ્રી રામનામ ઉપરાંત ગાયત્રી મંત્ર, મહા મૃત્યુંજય, શ્રી ગણેશ અને લક્ષ્મી મંત્રોની આહુતિ અર્પણ કરાશે

રેસકોર્સ મેદાનમાં સર્જાશે ઋષિ સંસ્કૃતિની અદભૂત ઝાંખી વિદ્વાન બ્રહ્મદેવોના મંત્રોચ્ચારથી રાજકોટના આકાશમાં પવિત્ર વાઈબ્રેશન ઉત્પન્ન થશે

રાજકોટ આગામી તા.૨૩ નવેમ્બરથી રેસકોર્સ મેદાન ખાતે પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની "માનસ સદભાવના" કથા માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓમાં રાજકોટના શ્રેષ્ઠીઓ, વિવિધ પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ, મહાજનો સહિત સૌ કોઈ આખરી ઓપ આપી રહ્યા છે, કથાના પ્રારંભ પહેલા એટલે કે તા.૨૦ મી નવેમ્બરે સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ દરમિયાન "માનસ સદભાવના યજ્ઞ" યોજાશે.૧૦૮ કુંડના આ યજ્ઞમાં ૨૧૬ યજમાનશ્રી, દાતાશ્રીઓ અને સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ જોડાશે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા બાદ રાજકોટમાં પૂ. મોરારિબાપુની કથા પ્રથમ વખત યોજાઇ રહી છે. રાજકોટમાં યોજાનાર આ વૈશ્વિક રામ કથા એ અદ્યતન સુવિધા સાથેના વિશાળ સદભાવના વૃધ્ધાશ્રમના નિર્માણ અને સમગ્ર ભારતને "ગ્રીન ભારત" બનાવવાના સદભાવના વૃદ્ધાશ્રમનાં સ્વપ્ન સાથે ચાલતા વૃક્ષારોપણ મહાભિયાનના લાભાર્થે યોજાનાર છે માટે તે અનેક રીતે વિશેષ બનવાની છે.
આ વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” માં દેવતાઓને આહવાન આપવા રેસકોર્સ મેદાન ખાતે યજ્ઞ યોજાશે , દરેક કુંડ પર એક એમ કુલ ૧૦૮ ઉપાચાર્ય યજ્ઞ કરાવશે, યજ્ઞમાં વિદ્વાન બ્રહ્મદેવતાઓ શાસ્ત્રોક્ત વિધિથી "શ્રી રામ નામની" આહુતિઓ અર્પણ કરશે, ઉપરાંત જેને સદબુધ્ધિનો મહામંત્ર માનવામાં આવે છે તે ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્ર, શ્રી ગણેશ મંત્ર અને શ્રી લક્ષ્મી મંત્રો સાથે સમગ્ર રેસકોર્સ મેદાનમાં એક શુભ ઉર્જા અને આવરણ સર્જાશે. આ પવિત્ર આવરણ માત્ર રેસકોર્સ મેદાન જ નહીં પણ સમગ્ર રાજકોટના આકાશને પવિત્ર ઊર્જાથી ભરી દેશે અને વાતાવરણમાં પણ શુધ્ધ અને સાત્વિક વાઇબ્રેશન પ્રસારાવશે. આ યજ્ઞની સૌથી મોટી વિશેષતા એ છે કે આ યજ્ઞ ઇકો ફ્રેન્ડલી હશે, કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં, ઉપરાંત યજ્ઞ જે કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે તે તમામ રિસાયકલ નેચરલ મટીરીયલ્સ જ વાપરવામાં આવશે.આ યજ્ઞનો માટે આર્થિક સહયોગ પણ સદભાવનાના એક એક ઘનિષ્ઠ સહયોગીઓએ શુભ ભાવના અને સદભાવના સાથે આપ્યો છે. યજ્ઞમાં યજમાનો ભારતીય પોષક ધોતી, ખેસ ધારણ કરશે. સમગ્ર વૈદિક પરંપરા સાથે આ યજ્ઞોથી રેસકોર્સ મેદાનમાં ઋષિ સંસ્કૃતિના દર્શનની પણ ઝાંખી થશે.“માનસ સદભાવના યજ્ઞ" સમિતિના સર્વ ઉમેશભાઈ માલાણી (માલાણી કંસ્ટ્ર.) , ડી. કે. પટેલ (ચાર્ટડ એકાઉન્ટન્ટ), અમર ભાલોડીયા (ગેલેકસી ગ્રુપ, એસ. એન. કે. સ્કૂલ, રાજકોટ), પ્રતિક ડઢાણિયા (આર્કિટેક્ટ), હરિશ રાણપરા (ચાર્ટડ એકાઉન્ટન્ટ) સહિતના મહાનુભાવો યજ્ઞને ભવ્યાતિભવ્ય બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.